અમદાવાદ :
- દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોરદાર ખરીદીનો માહોલ જામી ગયો
- નોટબંધી અને જીએસટી જેવા બે મોટા આર્થિક સુધારા દેશમાં અમલી કરવામાં આવ્યા બાદ પણ હવે મુખ્ય ખરીદીમાં લોકો વ્યસ્ત બની ગયા છે.
- ખરીદીનો માહોલ જામતા કારોબારીના ચહેરા પર રોનક આવી ગઇ છે
- શુભ ધનતેરસના દિવસે સવારથી જ મોટા પાયે ખરીદી
- ઈન્કમટેક્સથી કાળુપુર તરફ જતા માર્ગ અને રાયપુર, ખાડીયા સહિતના વિસ્તારોમાં મુખ્ય ભીડ જામી હતી
- લાલદરવાજા, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
- રાયખડ વિસ્તારમાં પણ ફટાકડાના મુખ્ય બજારો છે. ફટાકડાના ભાવ આસમાને હોવા છતાં બાળકો ખરીદી માટે તેમના માતા-પિતા સાથે ઉમટી રહ્યા છે..
- દુકાનદારો અને કારોબારીઓ પણ જુદા જુદા પ્રકારના આકર્ષક ફટાકડાઓના વેચાણમાં વ્યસ્ત બન્યા છે.
- કાળુપુર, મસ્તકી માર્કેટ, ખાડીયા, રાયપુર, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં હવે દિવાળી સુધી આવી જ સ્થિતી રહેશે
- સવારથી લઇને મોડી રાત સુધી તમામ કારોબાર અને દુકાનો હવે ખુલી છે.