નવી દિલ્હી : ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસિયોને દિવાળીની શુભ કામના આપી હતી. સાથે સાથે ઇશારામાં લોકોને સ્વદેશી અપનાવવા માટે અપીલ પણ કરી હતી. પોતાના વિડિયો સંદેશમાં મોદીએ કહ્યું હતું કે, ખરીદી કરતી વેળા એ બાબતને ધ્યાનમાં લેવાની જરૂર છે કે જે ચીજ ખરીદવામાં આવી રહી છે તેનાથી દેશના કયા નાગરિકને લાભ થઇ રહ્યો છે. વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, કઈ રીતે દેશમાં બનેલી પૂજન સામગ્રીથી લઇને દિવડા સુધીની ખરીદદારીથી દેશના નાગરિકોને ફાયોદ થઇ રહ્યો છે. તેમના ચહેરા ઉપર ખુશી આવી રહી છે.
વડાપ્રધાને વિડિયો સંદેશમાં દેશવાસિયોને દિવાળીની શુભકામના આપીને કહ્યું છે કે, અમને ખરીદી કરતી વેળા દેશના લોકોને ફાયદો થાય તે બાબતને ધ્યાનમાં લેવી જાઇએ. સ્વદેશી અપનાવવાનો મોદીએ પરોક્ષરીતે સંકેત આપ્યો હતો. તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની બનાવટની ચીજા ખરીદવાથી તેમના પરિવારમાં પણ ખુશી ફેલાશે તેવો સંકેત મોદીએ આપ્યો હતો. આ પવિત્ર પર્વ માટે મોદીએ શુભકામના આપતા સાવચેતીપૂર્વક દિપાવલી પર્વની ઉજવણી કરવા કહ્યું હતું.
વડાપ્રધાન મોદીના આ શુભકામના સંદેશને આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડાએ પણ Âટ્વટ કરીને શુભકામના આપી છે. સ્વદેશી ઉપર ભાર મુક્યો છે. દેશવાસીઓને દિવાળીની શુભકામના આપી છે. આવતીકાલે ધનતેરસ પર્વ હોવાથી દિવાળી પર્વની પાંચ દિવસની ઉજવણીનો દોર આવતીકાલે શરૂ થશે અને ભાઈ દુજ સુધી ઉજવણી ચાલશે. તમામ લોકો ઉજવણીના મૂડમાં આવી ચુક્યા છે. ઘણી જગ્યાએ રજાનો માહોલ પણ થઇ ગયો છે. મોદીએ પણ દિવાળી પર્વ પહેલા લોકોને શુભકામના આપીને ભવ્યરીતે અને શાંતિપૂર્ણરીતે તહેવારની ઉજવણી કરવા કહ્યું છે. સ્વદેશી અપનાવવાનો સંકેત પણ આપ્યો છે.