નવી દિલ્હી: લઘુ, સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગો માટે દિવાળી ભેંટની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ઉદ્યોગો માટે ૧૨ મોટા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. જેના ભાગરુપે ઉદ્યોગોને ફાયદો થશે. વડાપ્રધાને આ ઉદ્યોગો માટે એક કલાકથી પણ ઓછા સમયમાં એક કરોડ રૂપિયા સુધીની લોનની મંજુરી આપી છે. મોદીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતની રેંકિંગ સુધરતા તેની પ્રશંસા કરી છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ મુજબની ખાતરી આપી હતી. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા મધ્યમ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોને સરળ, ઝડપી અને પારદર્શક ધિરાણ સુવિધા ઉપલબ્ધએ બને તે માટે ભારત સરકારના નાણાં મંત્રાલય આયોજિત પીએસબી લોન ઇન ૫૯ મીનીટસ પોર્ટલનો વિધાનસભા અધ્યયક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સાથે શુભારંભ કરાવ્યો હતો.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં દેશના ૮૦ જિલ્લાઓમાં એમએસએમઈ માટેના આ સીમાચિન્હરૂપ આયોજનનો શુભારંભ કરાવ્યો તેની સાથે ગુજરાતમાં તેના શુભારંભ વડોદરાથી કરાવવામાં આવ્યો હતો. હવે એમએસએમઈ એકમો જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી જીએસટી અને આવકવેરા રીર્ટન્સ જેવા દસ્તાવેજોની મદદથી માત્ર ૫૯ મીનીટસમાં ૧ કરોડ સુધીનું ધિરાણની મંજૂરી મેળવી શકે તે આ પોર્ટલની વિશેષતા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષએ આ નવી સુવિધાને આધારે ધિરાણ મેળવનારા ૨૫ જેટલા એમએસએએમઈ અરજદારોને ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું તથા તેમને વિકાસની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં આ પોર્ટલની સુવિધા કાર્યાન્વીત થવાની સાથે દશ હજાર જેટલા એમએસએમઈની ધિરાણ અરજીઓને મંજૂરી આપવામાં આવી જે ખાસ ઉલ્લેખનીય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો, ગામડાઓ, કિસાનો, શોષીતો અને વંચિતો માટેની સરકારનું વચન પૂરૂં કર્યું છે એવી લાગણી વ્યાકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારે એમએસએમઈના વિકાસની ચિંતા કરી છે અને કાળજી લીધી છે.
પ્રધાનમંત્રી સારા લોકોને સરળ અને ઝડપી ન્યાગય અને સુવિધાઓ મળે તેની કાળજી લઇ રહયા છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે એમએસએમઈ વિપુલ રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. તેને અનુલક્ષીને ગુજરાત સરકારે એમએસએમઈના વિકાસ માટે અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને જોગવાઇઓ અમલમાં મૂકી છે. તેના અમલીકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનું જંગી પ્રાવધાન રાજયના અંદાજપત્રમાં કર્યું છે. એમએસએમઈ માટે અલગ કમિશન રેટ કાર્યરત કરવામાં આવ્યું છે. તેમના માટે ઇન્સેન્ટીવ, સબસિડી, માળકીય સુવિધા, ટેકનોલોજીના અપગ્રેડેશનની સરળતા જેવા આયામોને સરકારે પ્રાથમિકતા આપી છે. એમએસએમઈ સ્કીલ ઇÂન્ડયાનું હાર્દ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, દેશમાં સાત કરોડથી વધુ એમએસએમઈ છે. ૧૨ કરોડ જેટલી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવે છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની એકબે ઉત્પાદનો સાથે સંકળાયેલી નવી ઓળખ ઉભી કરવામાં આવી રહી છે. ૨૦૧૭માં વાઈબ્રન્ટ વેળા ૨૫૦૦૦થી વધારે એમઓયુ થયા હતા જે પૈકી ૧૮૦૦૦ એમએસએમઈ ક્ષેત્રમાં થયા હતા. દેશની માથાદીઠ વાર્ષિક આવક ૧.૦૪ લાખ જેટલી છે જ્યારે ગુજરાતની ૧.૫૪ લાખ જેટલી છે જે ૪૫ ટકા વધારે છે. રૂપાણીએ કહ્યું હતું કે, એમએસએમઈ માટે વધુ સારા દિવસો, પ્રગતિના નવા યુગનો પ્રારંભ થયો છે. વડોદરાની વિવિધ ક્ષેત્રોમાં અલગ ઓળખ ઉભી થઇ રહી છે.