કેદારનાથ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ઉત્તરાખંડ પહોંચી ગયા હતા. ત્યારબાદ હર્ષિલ સરહદ પર ફરજ બજાવી રહેલા જવાનોની વચ્ચે દિવાળીની ઉજવણી કરવા માટે પહોંચી ગયા હતા. મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યોહતો. તેમને મિઠાઇઓ પણ ખવડાવી હતી. આજે સવારે હર્ષિલમાં પહોંચી ગયા બાદ જવાનોની વચ્ચે પહોંચ્યા હતા. મોદીએ સશ† દળના જવાનોને સંબોધન કરતા કહ્યુ હતુ કે દુર દુર જટિલ પહાડીઓ પર પોતાના કર્તવ્ય પ્રત્યે તેમની સમર્પણ ભાવના દેશના લોકોની તાકાતમાં વધારો કરે છે. આ ભાવના જ દેશના ૧૨૫ કરોડ ભારતીયોના સપનાને તેમજ ભવિષ્યને સુરક્ષિત કરે છે. તેમણે કહ્યુ હતુ કે ડિફેન્સના ક્ષેત્રમાં ભારત દ્વારા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. મોદીએ વન રેન્ક વન પેન્શન સહિત પૂર્વ જવાનોના કલ્યાણના મામલે કેટલાક પગલા લેવાઇ રહ્યા હોવાની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનને લઇને ભારતીય સશ† દળના જવાનોની ભૂમિકાની સમગ્ર દુનિયામાં પ્રશંસા થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે પણ દિવાળી પર્વની ઉજવણી દેશની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા જવાનો સાથે કરવા પહોંચી ગયા હતા. ઉજવણીના હેતુસર મોદી ગયા વર્ષે કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પહોંચી ગયા હતા.ગુરેજ સેક્ટર પ્રદેશમાં અંકુશ રેખાની નજીક હોવાથી ખુબ જ સંવેદનશીલ વિસ્તાર છે.ગયા વર્ષે મોદીની સાથે ઉજવણી માટે ભારતીય સેનાના વડા બીપીન રાવત, ઉત્તરીય કમાન્ડના પ્રમુખ લેફ્ટી જનરલ દેવરાજ અનબુ અને ચિનાર કોરના કમાન્ડર લેફ્ટી જનરલ જેએસ સંધુ પણ પહોંચ્યા હતા. આ તમામ લોકો ગુરેજ સેક્ટરમાં જવાનો સાથે ભારે ઉત્સાહિત દેખાતા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બની ગયા બાદ વર્ષ ૨૦૧૪માં તેઓએ સિયાચીનમાં જવાનોની સાથે
દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારબાદ ૨૦૧૫માં ડોગરાઈવોર મેમોરિયલ પર વડાપ્રધાન મોદીએ જવાનો સાથે ઉજવણી કરી હતી. જ્યારે ગયા વર્ષે એટલે કે ૨૦૧૬માં દિવાળીના પ્રસંગે મોદીએ હિમાચલમાં આઈટીબીપીના જવાનો સાથે ઉજવણી કરી હતી. મોદી દર વર્ષે જવાનોનો ઉત્સાહ વધારવા માટે જુદા જુદા સ્થળ પર પહોંચી જાય છે. ઉજવણી કરે છે.