દિવ્યાંકા ત્રિપાઠીનો મેગેઝીન લૂક ફ્લોપ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દિવ્યાંકા ત્રિપાઠી દાહીયા ભારતીય ટેલિવિઝનની સૌથી પોપ્યુલર હિરોઇન છે. તે ‘યે હૈ મોહાબ્બતે’માં ઇશીતા રમન ભલ્લાના પાત્ર દ્વારા ઘરે ઘરે જાણીતી થઇ ગઇ છે. ઇશીતાના પાત્ર માટે દિવ્યાંકાને ઇંડિયન ટેલી વોર્ડ તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે. સાથે જ બનુ મે તેરી દુલ્હનના ડબલ રોલ માટે પણ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવી ચૂકી છે. હાલમાં જ થયેલા એક ફોટોશૂટ દરમિયાન દિવ્યાંકાનો લૂક દર્શકોને પસંદ પડ્યો નહોતો.

રિલ લાઇફ અને રીયલ લાઇફ બંનેમાં દિવ્યાંકા ખૂબ સ્ટાઇલિશ છે. હોલિ ડેમાં પહેરેલા કપડા હોય કે શૂટ દરમિયાન પહેરેલી સાડી, દિવ્યાંકા ખૂબ સ્ટાઇલિશ લાગે છે, પરંતુ હાલમાં જ તેણે એક મેગેઝીનનના કવરપેજ માટે પિંક કલરના આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેમાં તે દર્શકોને આકર્ષવામાં અસફળ રહી છે. આ ફોટોશૂટ ફિટલૂક નામની મેગેઝન માટે હતુ. પિંક કલરના ગાઉન પર તેના ચહેરાનો મેક-અપ સારો નથી લાગી રહ્યો. દિવ્યાંકાન આ લૂક ફ્લોપ રહ્યો હતો.

Share This Article