મુંબઇ : ખુબસુરત દિવ્યા દત્તા હવે રિયાલિટી ટીવી શો જજ કરવાની ઇચ્છા ધરાવે છે. જો કે તેનુ કહેવુ છે કે તે હાલમાં વેબ મનોરંજન, નાની ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટોને લઇને વ્યસ્ત થયેલી છે. અભિનેત્રી દિવ્યા દત્તાનુ કહેવુ છે કે જો તેને તક મળશે તો તે નાના પરદા પર રિયાલિટી ટીવી શો જજ કરવાની ઇચ્છા ધરાવે છે. તે રિયાલિટી શોના જજ તરીકે રજૂ થઇને આગળ વધવાની પણ ઇચ્છા રાખે છે. દિવ્યાએ હાલમાં મિડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે તે ટીવી શોમાં વધારે કામ કરશે તેમ તેને લાગતુ નથી. કારણ કે તે અન્ય પ્રોજેક્ટોમાં વ્યસ્ત બની ગઇ છે. તે હાલમાં અન્ય પ્લેટફોર્મ પર કામ કરી રહી છે.
નાની ફિલ્મોમાં પણ તે કામ કરી રહી છે. તે કેવા પ્રકારના શો જજ કરવા માટે ઇચ્છુક છે તે અંગે પુછવામાં આવતા દિવ્યાએ કહ્યુ હતુ કે તે એક શો જજ કરવાની ઇચ્છા રાખે છે. શોમાં જજ કરવા જેવી ભૂમિકા અગાઇ ક્યારેય કરી નથી. જેથી આ પ્રકારના અનુભવને પણ મેળવી લેવાની તેની ઇચ્છા છે. દિવ્યા દત્તા બોલિવુડની લોકપ્રિય સ્ટાર પૈકી છે. તે ટીવી પર પણ નજરે પડી ચુકી છે. તેના ચાહકોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યોછે. તેનુ કહેવુ છે કે તે બોલિવુડની કેટલીક યાદગાર ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. જો કે બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા વચ્ચે તે પણ પાછળ રહી ગઇ છે. મોટી મોટી અભિનેત્રીઓ હાલમાં પાછળ ચાલી રહી છે. કારણ કે નવી નવી અભિનેત્રીઓની એન્ટ્રી થઇ રહી છે.
આ અભિનેત્રીઓ નિર્માતા નિર્દેશકોની તમામ માંગ મુજબ કામ કરી રહ છે. આવી Âસ્થતીમાં સારી અભિનેત્રીઓ પણ પાછળ રહી ગઇ છે. તેનુ કહેવુ છે કે ડાન્સ, સંગત અને અન્ય પ્રકારના શો કરવા માટે તે આશાવાદ છે. સારી ફિલ્મો મેળવી લેવા માટે પણ તે આશાવાદી છે. બોલિવુડમાં ટકી રહેવા માટે તે તમામ પ્રયાસો કરી રહી છે.