તલાકને લઇને સમાજમાં હમેંશા ચર્ચા રહે છે. તલાકના સંબંધમાં જાણકાર લોકો કહે છે કે તલાક એક ખરાબ સપના સમાન છે જ્યારે લગ્ન એક સારા સપના સમાન છે. તલાકની પિડા કોઇ વ્યક્તિ સહન કરવા માટે તૈયાર નથી પરંતુ કેટલાક લોકોની પરિણિત લાઇફ એટલી હદ સુધી વણસી જાય છે કે ઇચ્છા ન હોવા છતાં વ્યક્તિને આ પિડામાંથી પસાર થવાની ફરજ પડે છે. જાણકાર લોકો તો અહીં સુધી કહે છે કે જ્યાંથી તમામ બાબતો ખતમ થઇ ત્યાંથી નવેસરથી શરૂઆત કરવાની જરૂર હોય છે. શક્ય હોય ત્યાં સુધી મતભેદોને દુર કરવા માટે તમામે પ્રયાસ કરવા જોઇએ. જા કે આ બાબત મોટા ભાગના કેસમાં કરવામાં આવે છે પરંતુ આખરે તલાક થાય છે. તલાક વ્યક્તિને ઉદાસ, એકલાપણામાં ધકેલી નાંખે છે. સાથે સાથે તલાક આપને આર્થિક તંગી વચ્ચે છોડી દે છે.
લાખ પ્રયાસ કરવામાં આવ્યા બાદ પણ આ જરૂરી નથી કે અસંતુષ્ટ અને નાખુસ લાઇફને આગળ વધારી દેવામાં આવે. લાઇફ ખુબ લાંબી અને કિંમતી છે આની કિંમત સમજી લેવામાં આવે તે જરૂરી છે. સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવામાં આવે તે જરૂરી છે. ટેકનિક બદલાઇ રહી છે. યુગ બદલાઇ રહ્યા છે. પરંતુ તલાકશુદા સ્ત્રી પ્રત્યે સમાજની ધારણા બદલવાનુ નામ લેતી નથી. જેથી આજે પણ તલાક લીધેલી મહિલા એકલામાં રહેવાનુ પસંદ કરે છે. કારણ કે તલાક બાદ જ્યારે કોઇ મહિલા ફરી વાર ઘર બનાવવા માટે પ્રયાસ કરે છે ત્યારે તેને ખરી ખોટી સાંભળવાની ફરજ પડે છે. કદાચ આજ કારણ છે કે કેટલાક લોકો જ આ મોડ પર જીવનની નવી શરૂઆત શાન સાથે કરી શકે છે. મોટા ભાગના લોકો એકલાપણામાં જ જીવન ગાળવાનુ નક્કી કરે છે. તલાક બાદ એક નવા સંબંધની શરૂઆત કરનારા લોકો કહે છે કે લાઇફને શાન સાથે જીવવામાં આવે તે જરૂરી છે. કેટલાક રૂઢીવાદી લોકો કહે છે કે ભારતમાં મહિલાઓના બીજા વખત લગ્ન યોગ્ય નથી.
કેટલાક વિષય અને પરિસ્થિતી એવી છે જેની સામે મહિલાઓને લડવાની ફરજ પડે છે. સામાજિક જાણકાર લોકો અને બુદ્ધિજીવી લોકો નક્કરપણે માને છે કે એક સંબંધ ખતમ થઇ ગયા બાદ બીજા સંબંધની શરૂઆત કરી શકાય છે. દરેક વ્યક્તિની પોતાની લાઇફ છે. તે કોઇ પણ રીતે જીવી શકે છે. વ્યક્તિએ પોતાની રીતે લાઇફ ગાળવી જોઇએ. તલાકની સાથે જીવન ખતમ થવાની ભાવના અથવા તો સમાજના ભયની સાથે લગ્ન નહીં કરવાની બાબત પણ યોગ્ય નથી. જો લાદેલી લાઇફ કોઇ વ્યક્તિ તલાક બાદ જીવે છે તો તે દિશામાં ફરી વિચારણા કરવાની જરૂર છે., લોકો શુ કહેશે તેને લઇને કોઇ ચિંતા કરવી જોઇએ નહીં. દુનિયાવાળા લોકોના ભયથી કોઇ વ્યક્તિ જીવાનુ છોડી શકે નહીં. કોઇ લગ્ન કરે, કોઇ વિલંબથી કરે, સાયકોલોજિસ્ટ નિષ્ણાંતોનુ કહેવુ છે કે સમાજની ભૂમિકા આજકલ સોશિયલ મિડિયા દ્વારા પણ અદા કરવામાં આવે છે. જેના કારણે લોકો બીજાના ફોટોને ખરાબ રીતે રજૂ કરવાના પ્રયાસ કરે છે. ખરાબ ટિપ્પણી કરવામાં આવે છે. મુશ્કેલમાં રહેતા લોકોને વધારે મુશ્કેલમાં મુકવાના પ્રયાસ સોશિયલ મિડિયામાં ચોક્કસ લોકો દ્વારા કરવામાં આવે છે. પોતે આ બાબતમાં આગળ રહે છે. આવા લોકોના કારણે એકાંતવાસમાં રહેવાની બાબત શુ યોગ્ય છે ? તે પ્રશ્ન પણ થાય છે. આનો જવાબ એ છે કે આ પ્રકારના લોકોની ચિંતા કર્યા બાદ લાઇફને સરળ બનાવીને આગળ વધવાની જરૂર હોય છે. પરિવારની મદદથી ખુબ પોતે નિર્ણય લઇને લાઇફમાં આગળ વધી જવાની જરૂર હોય છે.
જે આપના ભવિષ્ય માટે યોગ્ય છે તે નિર્ણય કરવા જોઇએ. કોઇ પણ કામ ઉતાવળમાં કરવા જોઇએ નહીં. જે ખોટા કામ થઇ ગયા છે તેનાથી પણ શિખવાની જરૂર હોય છે. તલાક એક પરીક્ષાની જેમ છે., લોકો ભાવનાની એક એવી લહેરમાંથી પસાર થાય છે જેને તેઓ પોતે પણ સમજી શકતા નથી. જે લોકોએ વિચાર્યુ હતુ કે તેઓ સમગ્ર લાઇફ એક સાથે ગાળી દેશે તેમનામાં પણ તલાક થાય છે. પુરૂષખ જે મોટા ભાગની બાબતો માટે પત્નિના ભરોસે હોય છે. તે એકાએક એકલો રહી જાય તો સ્થિતી સમજવા જેવી થાય છે. તે ભાવનાત્મક રીતે વિખેરાઇ જાય છે. કેટલાક મામલામાં તો તેની સ્થિતી મહિલાઓ કરતા વધારે ખરાબ થઇ જાય છે. સાયકોલોજિસ્ટ કહે છે કે તલાક વિશ્વાસની કમી, વિશ્વાસઘાત, અથવા તો કોઇ ગેરસમજના કારણે થાય છે. તેમના બાદ આના પાસા પર ફરી વિચારણા કરવાની જરૂર હોય છે. મહિલાઓને નવેસરથી તેમના તમામ પાસા પર વિચારણા કરવાની જરૂર હોય છે. પોતાને મજબુત કરીને મુલ્યાંકન કરવાની જરૂર હોય છે. પૂર્વ દોષનો ટોપલો સાથી પર નાંખવો યોગ્ય નથી.