સ્વાદિષ્ટ ભોજન ના બનાવતા પતિએ છુટાછેડા માગ્યા !!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આ ઘટના મુંબઈની છે જ્યાં એક વ્યક્તિએ પત્ની સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટ માં અરજી કરી છે જેમાં મુખ્ય કારણ તરીકે ” ફરજહીનતા” ગણાવી છે જેમાં તેમને લખ્યું છે કે મારી પત્નીમાં ખુબજ કુટેવો ભરી છે અને તે  ખુબજ મોડી ઉઠે છે, અને સ્વાદિષ્ટ ભોજન પણ બનાવતી નથી. આ અરજી મુંબઈ હાઇકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી.

આ કેસ રીવ્યુ કરતી બેન્ચ જે જસ્ટિસ કે કે તાતેડ અને સારંગ કોટવાલ દ્વારા નકારી કાઢવાના મુખ્ય કારણ જણાવતા કહ્યું હતું કે આ ઘટના માં કોઈપણ જાતની ક્રૂરતા જણાતી નથી તેથી આ કેસ ડિવોર્સ માટે આગળ વધારી શકાય નહિ. આ કેસ મુંબઈના સાંતાક્રુઝના નિવાસી દ્વારા કરવામાં આવ્યો છે.

આ કેસને આગળની કોર્ટમાં અપીલ કરી અને અરજદારે પુરાવા જમા કરાવ્યા છે. તે પુરાવા હેઠળ તેને ફરિયાદી અને તેના પિતા બંને નું અરજીપત્રક અને અન્ય પુરાવા આપ્યા હતા. શું ભાવતું ભોજન પણ એક છૂટાછેડાનું મુખ્ય કારણ બની શકે તે હવે કોર્ટનો નિર્ણય જ જણાવશે !!

Share This Article