ગાંધીનગર ખાતે ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પછાત, વંચિત, શોષિત, પીડિત હરેક સમાજવર્ગોની આર્થિક-સામાજીક ઉન્નતિ માટે સરકારે બજેટમાં ૩૬૪૧ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના એ સરકારની નેમ છે એમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
આ સમારોહમાં ૯૩૯ લાભાર્થીઓને ૬ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યું હતું. ધર્મ-જાતિ-કોમવાદથી દૂર રહી રાષ્ટ્રવાદ-સમાજદ ઉન્નતિના માર્ગે આ લોન સહાય યુવા વર્ગો માટે નવી દિશા આપનારી બનશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ જ વિકાસનો આધાર છે તેથી સૌ સમાજ વર્ગોમાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારે સમરસ છાત્રાલયો, તાલુકે-તાલુકે વિજ્ઞાનપ્રવાહ સહિતની શાળાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ સ્કોલરશીપ અને શિષ્યવૃતિ સહાય આપીને ‘ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ’નો ભાવ સેવ્યો છે. , આ સરકાર યુવાશકિતના કૌશલ્ય વિકાસથી-સ્કીલ ડેવલપમેન્ટથી રોજગાર અવસર આપવા પ્રતિબધ્ધ છે.
આ સંદર્ભમાં તેમણે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના તહેત રૂ. ૧પ૦૦થી ૩૦૦૦ આપવા હેતુ રૂ. ર૭ર કરોડની ફાળવણીની ભુમિકા આપી હતી. આવા એક લાખ યુવાઓને સહાય અપાશે તેવી નેમ તેમણે દર્શાવી હતી.