મુંબઈ: કંટાળાજનક ફેબ્રુઆરી બ્લુઝને ભૂલી જાઓ, કારણ કે ડિઝની+ હોટસ્ટાર કોમેડી અને કોલાહલના રોલરકોસ્ટર સાથે તમારા આ મહિનામાં ઊથલપાથલ લાવવા માટે સુસજ્જ છે. તમારું પેટ પકડી રાખજો, કારણ કે ઊપ્સ! અબ ક્યા?નું ટ્રેલર આખરે આવી ગયું છે. આ બોલકણી કોમેડી ત્યારે હિંસ્ર, અણધાર્યો વળાંક લે છે, જ્યારે એક યુવા મહિલાનું ઉત્તમ રીતે નિયોજિત જીવન તેના ભૂતપૂર્વ પ્રેમીના વીર્ય સાથે અકસ્માતે કૃત્રિમ ગર્ભાધાન થાય છે. હાસ્ય, વિચિત્ર અવસરો અને હૃદયસ્પર્શી ભાવનાઓ સાથે આ શો રોમાન્સ અને ધાંધલધમાલનું ઉત્તમ સંમિશ્રણ બની રહેવા માટે વચનબદ્ધ છે.
જોતા રહો ડિઝની+ હોટસ્ટાર પર 20મી ફેબ્રુઆરી, 2025થી અને પ્રેમ, હાસ્ય તથા અમુક અત્યંત અણધાર્યા વળાંકોથી ભરચક હિંસ્ર, હાસ્યસભર સવારી માટે તૈયાર થઈ જાઓ. આ સિરીઝમાં શ્વેતા બસુ પ્રસાદ, અશીન ગુલાટી, જાવેદ જાફરી, સોનાલી કુલકર્ણી, અભય મહાજન, અપરા મહેતા અને એમી ઈલા છે. ઊપ્સ! અબ ક્યા?નું દિગ્દર્શન પ્રેમ મિસ્ત્રી અને દેબાત્મા મંડલે કર્યું છે અને નિર્માણ ડાઈસ મિડિયાનું છે. ટ્રેલર હાસ્યસભર અને હૃદયસ્પર્શી ડ્રામામાં ડોકિયું કરાવે છે, જે નિર્ભેળ ઘેલાપણા સાથે પ્રેમ, પરંપરા અને આધુનિકતા વચ્ચેથી પસાર થતી મહિલાની ત્રણ પેઢીના જીવનમાં ડોકિયું કરાવે છે.
શ્વેતા બસુ પ્રસાદ કહે છે, “મેં ઊપ્સ! અબ ક્યા?ની સ્ક્રિપ્ટ વાંચતાં જ હું ઘેલી સવારી પર નીકળી રહી છે એવું જાણતી હતી! મારા પાત્રનું ઉત્તમ નિયોજિત જીવન પલકવારમાં પલટાઈ જાય છે અને આ બધું જ રમૂજ અને હાસ્ય સાથે બતાવવામાં આવ્યું છે. ટ્રેલર તો આ પ્રવાસ કેટલો મજેદાર હશે તેની ફક્ત ઝાંખી છે. પ્રેમ, હાસ્ય અને સર્વ ઘેલાપણા વચ્ચે પોતાની શોધવાની આ વાર્તા છે. હું જાણું છું કે દર્શકોને તે જોવા મજા આવશે. આથી તારીખ યાદ રાખશો અને અમુક અવિસ્મરણીય ધાંધલ માટે અમારી સાથે જોડાઓ!”
અશીમ ગુલાટી કહે છે, “ઊપ્સ! અબ ક્યા?નો હિસ્સો બનવું એટલે એવી દુનિયામાં પધારવું જ્યાં દરેક અણધાર્યા અવસરો મોટા હાસ્યમાં ફેરવાઈ જાય છે. મારું પાત્ર અત્યંત વિચિત્ર સ્થિતિ ઊભી કરશે અને તેને જોવું તે હાસ્યસભર અને હૃદયસ્પર્શી પણ છે. ટ્રેલર ઘેલાપણાનો આસ્વાદ કરાવવા સાથે આખો શો વધુ વળાંકો, રમૂજ અને આશ્ચર્યોથી ભરચક છે. તો હસવા, રડવા અને આવી સ્થિતિ કઈ રીતે હાથ ધરવી તે વિશે પ્રશ્ન પૂછવા માટે તૈયાર થઈ જાઓ!”
જાવેદ જાફરી કહે છે, “મને ઊપ્સ! અબ ક્યા? વિશે સૌથી સારી વાત એ છે કે લાગે છે કે જીવનની વિચિત્ર ઘટનાઓથી દૂર ભાગવું નહીં જોઈએ. રમૂજ ધારદાર છે, ભાવનાઓ અસલ છે અઅને પાત્ર સુંદર રીતે જોડે છે. ટ્રેલર દર્શાવે છે કે જીવન કેટલું અણધાર્યું અને મોજીલું હોઈ છે, પરંતુ ખરેખર અલગ તરી આવે છે તે સર્વ ધાંધલના કેન્દ્રમાં મન છે. આ વાર્તા હાસ્યસભર હોવા સાથે પરિવાર, પ્રેમ અને સંબંધોની પણ વાત છે. તે તમને પેટ પકડાવીને હસાવશે!’’
સોનાલી કુલકર્ણી કહે છે, “જીવન તમારી સામે અણધારી સ્થિતિ લાવે છે ત્યારે અમુક વાર ફક્ત હસવાનું હોય છે અને તે જ ઊપ્સ! અબ ક્યા? છે! આધુનિક માતા તેની પુત્રીના ઘેલા પ્રવાસને ટેકો આપવા સાથે પોતાના પડકારોને પણ ઝીલે છે તે ખરેખર અતુલનીય અનુભવ રહ્યો. શો મોજમસ્તીભર્યો, ભાવનાત્મક અને પરિવારની ગતિશીલતા પર નવું પરિપ્રેક્ષ્ય આપે છે. ટ્રેલર તો મોજમસ્તી અને ડ્રામાની ફક્ત ઝાંખી છે, પરંતુ આ ફેબ્રુઆરીમાં તમારે માટે વધુ કાંઈક રાહ જોઈ રહ્યું છે!”
અભય મહાજન કહે છે, ‘‘પ્રેમમાં ઘેલા હોવા સાથે નિયોજન મુજબ કશું જ થતું નથી એવી વાર્તા વિશે જરા કલ્પના કરો. ઊપ્સ! અબ ક્યા?માં મારું પાત્ર કાંઈક એવું જ છે અને મને દરેક પળે મજા આવી. શો હાસ્ય, વિચિત્ર ઘટનાઓ અને અમુક હૃદયસ્પર્શી દ્રશ્યોથી ભરચક છે. ટ્રેલર તમારી સામે શું આવવાનું છે તેની ઝાંખી આપે છે, પરંતુ મારો વિશ્વાસ કરો, આખો શો તમને આ પાત્રો માટે પેટ પકડાવીને હસાવશે. ખરેખર આ ધાંધલ અને મનનું ઉત્તમ સંમિશ્રણ છે!’’