નવીદિલ્હી : નાણાંપ્રધાન નિર્મલા સીતારામને અનેક પ્રકારની આશા અને અપેક્ષા વચ્ચે મોદી સરકાર-૨નુ પ્રથમ બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં ન આવતા કેટલીક નિરાશા જોવા મળી હતી. જો કે દુરગામી ઉદ્ધેશ્યને હાંસલ કરવા માટે આ બજેટમાં જાહેરાતો કરવામા આવી છે. બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ૧.૦૫ લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે જાહેર ક્ષેત્રની બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાની પણ જાહેરાત કરાઈ છે.