છેલ્લા બે દિવસથી ટાઈગર શ્રોફ અને દિશા પાટનીના બ્રેકઅપની અટકળો સમાચારમાં છવાયેલી હતી. જો કે, હવે તે ઓફિશિયલ છે.બંનેએ તેમના છ વર્ષના સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યો છે અને હવે તેઓ કયા કારણથી અલગ થયા તેનો ખુલાસો થયો છે.
માહિતી પ્રમાણે, ટાઈગરે જ્યારથી તેના માતા-પિતાથી આયેશા અને જેકીથી અલગ રહેવાનું શરૂ કર્યું ત્યારથી તે અને દિશા મોટાભાગે સાથે જ રહેતા હતા. તેઓ સાથે હતા તેને ઘણો સમય થઈ ગયો અને આ વર્ષે લગ્ન કરી લેવા જોઈએ તેમ દિશાને લાગ્યું હતું’. પછી શું થયું? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે દિશાએ આ વિશે ટાઈગરને વાત કરી હતી પરંતુ તેણે ઈનકાર કર્યો હતો. તેણે તેને એક અથવા બેથી વધુ વખત પૂછ્યું હશે- પરંતુ દરેક વખતે ટાઈગરનો જવાબ હતો ના, અત્યારે નહીં. દિશા લગ્ન ઈચ્છતી હતી પરંતુ ટાઈગર હાલ વૈવાહિક સંબંધ માટે તૈયાર નહોતો’. જણાવી દઈએ કે, માર્ચ ૨૦૨૨માં આપેલા ઈન્ટરવ્યૂમાં જેકી શ્રોફે ટાઈગરનો હાલ લગ્ન કરવાનો પ્લાન ન હોવાનું કહ્યું હતું. તે સમયે તેવા રિપોર્ટ્સ વહેતા થયા હતા કે, ટાઈગર અને દિશા લગ્નની યોજના બનાવી રહ્યા છે. જેકીએ કહ્યું હતું ‘હાલ તો ટાઈગર તેના કામ સાથે પરણેલો છે. તેનું ફોકસ કામ પર છે. જો તે લગ્નનો પ્લાન કરશે, તો તેના પર ફોકસ કરવું પડશે’.