મુંબઇ : એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને બાગી-૨ જેવી ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટણીને હવે વધારે એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તેને સલમાન ખાનની મોટી ફિલ્મ ભારત મળતા તે ભારે ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે ટોપ સ્ટાર કેટરીના કેફ પણ કામ કરી રહી છે.સાતમી જુન ૨૦૧૯ના દિવસે ભારત ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તબ્બુ પણ કામ કરી રહી છે. ફિલ્મનુ શુટિંગ જુદા જુદા સ્થળ પર કરવામાં આવ્યુ છે. જેમાં સ્પેન, માલ્ટા, અબુ ધાબી, દિલ્હી અને પંજાબનો સમાવેશ થાય છે. દિશાને પણ સારી ભૂમિકા ફિલ્મમાં હાથ લાગી છે.
ભારત ફિલ્મ સાઇન કર્યા બાદ પ્રથમ વખત મિડિયા સાથે વાતચીત કરતા દિશાએ કહ્યુ છે કે લક અને મહેનતના કારણે તેને આ સફળતા મળી રહી છે. સલમાન ખાનની ફિલ્મ મળતા તે કહે છે કે તે ગર્વ અનુભવ કરી રહી છે. દિશા કહે છે કે તે ખુબ લકી છે. તેના ભાગ્યે સાથ આપ્યો છે. ભગવાન અને પરિવારના પ્રેમના કારણે તેને સફળતા મળી રહી છે. તેની પાસે હાલમાં ખુબ કામ આવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે નિર્માતા નિર્દેશકોની અપેક્ષાને પૂર્ણ કરીને તે આગળ વધવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે મહેનતના કારણે જ તમામ સફળતા વ્યક્તિ મેળવી શકે છે. મહેનત કરવાથી હમેંશા સારા પરિણામ મળે છે.
દિશા કહે છે કે સારા ભાગ્યના કારણે તેને કલાકાર તરીકે લોકોની સમક્ષ રજૂ થવાની તક મળી છે. તેની ફિલ્મો પણ સારો કારોબાર કરી રહી છે. તેની કુશળતાને સાબિત કરવા માટે તે ઉત્સુક છે. ભારત ફિલ્મમાં પોતાની ભૂમિકાને લઇને દિશા હાલમાં કોઇ વાત કરી રહી નથી. ભારતમાં દિશા ઉપરાંત સુપરસ્ટારકેટરીના કેફ કામ કરી રહી છે. દિશા બોલિવુડમાં હાલ ચર્ચામાં છે. તેના ટાઇગર સાથે સંબંધોની ચારેબાજુ ચર્ચા રહી છે. ટાઇગર અને તે કેટલીક વખત એક સાથે પણ નજરે પડી ચુક્યા છે.