દિશાના ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૩ મિલિયન ફોલોઅર્સ થઇ ગયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુબંઇ :ખુબસુરત દિશા પાટનીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા સોશિયલ મિડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે સોશિયલ મિડિયા પર વધારે હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૩ મિલિયન ફોલોઅર્સ રહેલા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે પોતાના ખુબસુરત, હોટ, અને બોલ્ડ ફોટો હમેંશા ફેન્સમાં શેયર કરતી રહે છે. આ જ કારણસર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેની હોટનેસ અને ખુબસુરતીના કારણે ચાહકોમાં તે દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા દિશાના ફોટો અને વિડિયો પર લાખો લાઇક્સ અને કોમેન્ટ કરવામાં આવી રહ્યા છે.દિશાએ હવે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ પોસ્ટમાં એક બુમરેંગ વિડિયો રજૂ કર્યો છે. જેમાં તે ખુબસુરત અને બોલ્ડ નજરે પડી રહી છે. અલબત્ત આ વિડિયો એકદમ નવો નથી પરંતુ તે વધારે જુનો પણ નથી. દિશાના બુમરેંગ વિડિયોને ૧૦ લાખથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે. મોટી સંખ્યામાં લોકો આના પર કમેન્ટ કરી રહ્યા છે. તેની ખુબસુરતીની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

દિશાએ બોલિવુડમાં એન્ટ્રી કરતા પહેલા તે વર્ષ ૨૦૧૫માં તેલુગુ ફિલ્મમાં નજરે પડી હતી. ત્યારબાદ તે ધોની પર બનેલી ફિલ્મમાં નજરે પડી હતી. તે ચાઇનીઝ કુંગ ફુ ધ યોગામાં પણ નજરે પડી હતી. હાલમાં તે સલમાન ખાનની સાથે ભારત નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મને હાલના કાર્યક્રમ મુજબ વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. આશાસ્પદ દિશાની બોલબાલા હાલમાં વધી છે.

Share This Article