દિશા પાટની રિતિક રોશન સાથે જોડી જમાવવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : આશાસ્પદ સ્ટાર દિશા પાટનીની લોકપ્રિયતા હાલમાં સતત વધી રહી છે. તેની બોલબાલા વધી રહી હોવાના પુરાવા એનાથી મળે છે કે તેને હવે એક ફિલ્મ રિતિક રોશન સાથે પણ મળી ગઇ હોવાની ચર્ચા છે. જા કે ફિલ્મના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.  સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં કામ કર્યા બાદ અને આ ફિલ્મમાં સલમાન સાથે જારદાર કેમિસ્ટ્રી જગાવ્યા બાદ તે હવે રિતિક રોશન  સાથે કામ કરવા માટે ઉત્સુક છે.

સલમાન સાથેની ભારત બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી લેવાની દિશામાં પણ વધી ગઇ છે. ફિલ્મની કમાણી હજુ સુધી ૨૦૦ કરોડની નજીક પહોંચી છે. ફિલ્મના ગીતો ભારે હિટ થઇ રહ્યા છે. હવે નવા હેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો વધુ એક ફિલ્મ તેની પાસે આવી ગઇ છે. જેમાં તે અભિનેતા રિતિક રોશન સાથે કામ કરવા જઇ રહી છે. એમ માનવામાં આવે છે કે વરૂણ ધવનના ભાઇ અને નિર્દેશક રોહિત ધવનની સાથે રિતિક રોશન એક ફિલ્મ કરી રહ્યો છે. જે હાલમાં પ્રી પ્રોડક્શન હેઠળ છે.

આ ફિલ્મને સાજિદ નડિયાદવાળા પ્રોડ્યુસ કરનાર છે. તેઓ ઇચ્છે છે કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં કોઇ પણ સમય રજૂ કરવામાં આવી શકે છે. રિપોર્ટની વાત કરવામાં આવે તો રોહિત ધવન હાલમાં પટકથા પર કામ કરી રહ્યા છે. રિતિક રોશન સાથે વાતચીત ચાલી રહી છે. તેમને ફિલ્મની અભિનેત્રીની શોધ હતી. હવે આના માટે દિશાનો સંપર્ક કરવામાં આવ્યો છે. હાલમાં પેપર વર્કનુ કામ પૂર્ણ થયુ નથી. જેથી તમામ પાસા પર વાતચીત ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે દિશાએ ફિલ્મને લઇને તૈયારી દર્શાવી દીધી છે. આગામી મહિના સુધી તમામ ચીજા ફાઇનલ થઇ જશે.સુપરસ્ટાર રિતિક હાલમાં સુપર-૩૦ ફિલ્મને લઇને શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂર્ણ કરાયા બાદ તે ટાઇગર સાથે ફિલ્મ પર કામ શરૂ કરશે.

Share This Article