દિશા પાટની દક્ષિણ ભારત ફિલ્મોમાં કામ કરવા તૈયાર

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ :  અભિનેત્રી દિશા પાટની  સિલ્વર સ્ક્રીન પર લોકપ્રિયતા મેળવી રહી છે. સલમાન ખાન સાથેની ભારત ફિલ્મની સફળતા બાદ તેની લોકપ્રિયતા વધી ગઇ છે. તે આદિત્ય રોલ કપુરની સાથે મલંગ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. સાથે સાથે તેની પાસે અન્ય હિન્દી ફિલ્મોની ઓફર પણ સતત આવી રહી છે.  દિશાને સાઉથની પણ ફિલ્મોની ઓફર થઇ રહી છે.  દક્ષિણ ભારતની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.  દિશાને ટાઇગરની બાઘી-૨ ફિલ્મની સફળતા બાદ કેટલીક નવી ફિલ્મો મળી ગઇ  હતી.  જેમાં સલમાન ખાનની સાથેની ફિલ્મ ભારતનો સમાવેશ થાય છે.આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ ચુકી છે. જેના કારણે તેની બોલબાલા વધી ગઇ છે. ભારત ફિલ્મના એક ગીતમાં તે સલમાન ખાન સાથે નજરે પડી છે.

સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. હવે મલંગ ફિલ્મમાં કામ કરી રહી છે. જે એક એક્શન થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મને ૨૦૨૦માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.  દિશા સોશિયલ મિડિયા પર વારંવાર સેક્સી અને બોલ્ડ ફોટોના કારણે પણ ચર્ચામાં રહી છે. તેના કેટલાક પુરૂષોની સાથે સંબંધના કારણે પણ જાણીતી છે. દિશા પાટની બોલિવુડમાં પોતાની ફિલ્મને લઇને ખુશ છે. દિશા કેટલીક અન્ય ફિલ્મોમાં કામ કરી રહી છે.

ટાઇગર શ્રોફની સાથે તેની મિત્રતા જાણીતી રહી છે. બ્રેક અપના હેવાલ આવ્યા બાદ બંને સાથે નજરે પડી રહ્યા છે. ગઇકાલે જ બંને કેમેરામાં કેદ થઇ ગયા હતા. આની સાથે જ તેમની વચ્ચે બ્રેક અપના હેવાલને રદિયો મળી ગયો છે. જા કે દિશા અને ટાઇગરે હજુ સુધી કોઇ વાત કરી નથી. બંને પોત પોતાની કેરિયરમાં ધ્યાન આપી રહ્યા છે. દિશા મોટા ભાગે સોશિયલ મિડિયાની ક્વીન તરીકે ઉભરી રહી છે. સોશિયલ મિડિયા પર તેના ચાહકોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.

Share This Article