દિશા પટની ડાન્સને લઇને પૈશન ધરાવે છે : અહેવાલ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ :  બીટાઉનમાં ડાન્સને લઇને હમેંશા પેશન ધરાવનાર અભિનેત્રીઓમાં સામેલ રહેલી દિશા પટની હવે તેના નવા ડાન્સ વિડિયોના કારણે ભારે ચર્ચામાં છે. તે સામાન્ય રીતે પોતાના ડાન્સ વિડિયો સોશિયલ મિડિયામાં શેયર કરતી રહે છે. હવે નવા ડાન્સ વિડિયોના કારણે પણ ચાહકોમાં દિશા પટનીએ નવી ચર્ચા જગાવી છે. તેના નવા વિડિયોમાં તેના સેક્સી મુવના કારણે ચાહકો ભારે પ્રભાવિત થયા છે. શેયર કરવામાં આવેલા વિડિયોમાંમ દિશા હોલિવુડની લોકપ્રિય સિંગર અને અભિનેત્રી સેલેના ગોમેજના ગીત કેન નોટ ગેટ ઇનફ પર ડાન્સ કરતી નજરે પડી રહી છે.

દિશાને ડાન્સ કરતા જોઇને ચાહકો પણ ભારે રોમાંચિત થઇ ગયા છે. ડાન્સિંગ સ્ટેમ્પને લઇને આ અભિનેત્રી કેટલી હદ સુધી પરફેક્શન રાખે છે તેનો અંદાજ લગાવી શકાય છે. તેના ડાન્સને હિપ હોપ અને સેક્સી મુવના કોમ્બિનેશન તરીકે ગણવામાં આવે છે. દિશાએ વિડિયો શેર કરતા લખ્યુ છે કે તેને આ ગીતની એક પ્રકારની ટેવ પડી ગઇ છે. દિશાના ડાન્સ વિડિયોને કેટલા લોકો પસંદ કરી રહ્યા છે તેનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે શેયર કરવામાં આવ્યા બાદ કલાકોના ગાળામાં જ ઇન્સ્ટાગ્રામ પર ૧૯ લાખ લોકો આને જાઇ ચુક્યા છે.

વર્ક ફ્રન્ટન વાત કરવામાં આવે તો તે સલમાન ખાનની ભારત ફિલ્મમાં કામ કરી રહી છે. તે એક્શન સીન્સ માટે ખાસ ટ્રેનિંગ પણ લઇ રહી છે.દિશા બોલિવુડમાં પોતાન ફિલ્મોના કારણે ઓછી જાણીતી રહી છે. જો કે તે સોશિયલ મિડિયામાં પોતાના હોટ અને સેક્સી ફોટાઓ અને વિડિયોના કારણે ચાહકોમાં વધારે લોકપ્રિય છે.

Share This Article