મુંબઇ : સેક્સી સ્ટાર દિશા પાટણીની બોલબાલા બોલિવુડમાં વધી રહી છે. હજુ સુધી પોતાના સેક્સ અને બોલ્ડ ફોટાઓના કારણે સોશિયલ મિડિયામાં વધારે ચર્ચામાં રહેલી દિશા પાટણી પાસે હવે વધુને વધુ ફિલ્મોની ઓફર આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ તેની કુશળતાથી તમામ નિર્દેશકો પ્રભાવિત થઇ રહ્યા છે. દિશા હાલમાં સલમાન ખાનની નવી ફિલ્મ ભારતને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મમાં અન્ય સ્ટાર પણ છે. જા કે તેની પાસે પણ સારી ભૂમિકા આ ફિલ્મમાં આવી હતી. હવે એવી માહિતી પણ મળી છે કે તેની પાસે સલમાન ખાનની વધુ એક ફિલ્મ હાથમાં આવી ગઇ છે. પ્રાપ્ત અહેવા મુજબ દિશા પાટણીને હવે સલમાન ખાન સાથેની કિક-૨ ફિલ્મ પણ મળી ગઇ છે.
જો કે આ સંબંધમાં દિશાએ માહિતી આપી છે કે તેની સાથે આ સંબંધમાં હજુ સુધી કોઇ માહિતી મળી નથી. બીજી બાજુ મોહિત સુરીની કોઇ ફિલ્મ તેની પાસે છે કે કેમ તે સંબંધમાં પણ માહિતી મળી હોવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. દિશા પાટણીએ એક મુલાકાતમાં કહ્યુ છે કે તેને અનેક બાબતો નવી શિખવા મળી રહી છે. શુટિંગ કરતી નથી ત્યારે તે ક્યાં કામમાં વ્યસ્ત રહે છે તે અંગે પુછવામાં આવતા દિશાએ કહ્યુ હતુ કે જ્યારે તે ફિલ્મના શુટિંગમાં હોતી નથી ત્યારે ડાન્સિંગ, માર્શલ આટ્ર્સ અને જીમમાં વ્યસ્ત રહે છથે. આ તમામ કામગીરીમાં વ્યસ્ત રહ્યા બાદ જ્યારે તે ઘરે પરત ફરે છે ત્યારે થાકી જાય છે. આવી સ્થિતીમાં પ્લે સ્ટેશન પર રમવા સિવાય તે કોઇ કામ કરી શકવાની સ્થિતીમાં રહેતી નથી. કારણ કે જારદાર રીતે થાકી જાય છે.
તેનુ કહેવુ છે કે ફિટનેસ અને સ્લીમ બોડીને જાળવી રાખવા માટે પણ તે સતત મહેનત કરતી રહે છે. તેનુ કહેવુ છે કે તેની બહેન ખુશબુ પણ ખુબ સારી ડાન્સર તરીકે છે. તેનુ કહેવુ છે કે ધોની પર બનેલી ફિલ્મ બાદ તે સારી ફિલ્મ મેળવી રહી છે. તેનુ કહેવુ છે કે ટાઇગર શ્રોફ સાથે તેના ખુબ સારા સંબંધ છે. જા કે પ્રેમ સંબંધ છે કે કેમ તે અંગે માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. જા કે તમામ લોકો સારી રીતે જાણે ્છે કે દિશા અને ટાઇગર એકબીજાના પ્રેમમાં છે. એકબાજુ ટાઇગર હાલમાં સ્ટુડન્ટ ઓફ ધ યર બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે અને તારા સુતરિયા કામ કરી રહી છે.
બીજી બાજુ દિશા ભારત ઉપરાંત કેટલાક અન્ય પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. પાંચ વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમાં પણ તે રહી ચુકી છે. તેની ફિલ્મ ટાઇગર સાથેની બાગી-૨ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. દિશા પટણીને બોલિવુડમાં એક ઉભરતી કુશળ સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તેની પાસેથી સારી ફિલ્મોની અપેક્ષા છે. મોહિત સુરીની ફિલ્મમાં પણ તે જોવા મળી શકે છે. મોહિત સુરી મોટા ભાગે રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની આંશિકી-૨ ફિલ્મ ખુબ સફળ રહી હતી.