લક અને મહેનતના કારણે સલમાનની ફિલ્મ મળી છે- દિશા પટણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને બાગી-૨ જેવી ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટણીને હવે વધારે એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તેને સલમાન ખાનની મોટી ફિલ્મ ભારત મળતા તે ભારે ખુશ છે. ભારત ફિલ્મ સાઇન કર્યા બાદ પ્રથમ વખત મિડિયા સાથે વાતચીત કરતા દિશાએ કહ્યુ છે કે લક અને મહેનતના કારણે તેને આ સફળતા મળી રહી છે. સલમાન ખાનની ફિલ્મ મળતા તે કહે છે કે તે ગર્વ અનુભવ કરી રહી છે. દિશા કહે છે કે તે ખુબ લકી છે. તેના ભાગ્યે સાથ આપ્યો છે. ભગવાન અને પરિવારના પ્રેમના કારણે તેને સફળતા મળી રહી છે. તેની પાસે હાલમાં ખુબ કામ આવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે નિર્માતા નિર્દેશકોની અપેક્ષાને પૂર્ણ કરીને તે આગળ વધવા માટે ઇચ્છુક છે.

તેનુ કહેવુ છે કે મહેનતના કારણે જ તમામ સફળતા વ્યÂક્ત મેળવી શકે છે. મહેનત કરવાથી હમેંશા સારા પરિણામ મળે છે. દિશા કહે છે કે સારા ભાગ્યના કારણે તેને કલાકાર તરીકે લોકોની સમક્ષ રજૂ થવાની તક મળી છે. તેની ફિલ્મો પણ સારો કારોબાર કરી રહી છે. તેની કુશળતાને સાબિત કરવા માટે તે ઉત્સુક છે. ભારત ફિલ્મમાં પોતાની  ભૂમિકાને લઇને દિશા હાલમાં કોઇ વાત કરી રહી નથી. તેનુ કહેવુ છે કે ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

દિશા બોલિવુડમાં હાલ ચર્ચામાં છે. તેના ટાઇગર સાથે સંબંધોની ચારેબાજુ ચર્ચા રહી છે. ટાઇગર અને તે કેટલીક વખત એક સાથે પણ નજરે પડી ચુક્યા છે.  દિશા પટની સલમાન ખાનની સાથે ફિલ્મના શુટિંગમાં લાગી ગઇ છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપડા નિકળ્યા બાદ હવે કેટરીના કેફને લેવામાં આવી છે. કેટરીના કેફ પણ ફિલ્મમાં પોતાના હિસ્સાનુ શુટિંગ શરૂ કરી ચુકી છે. તે સલમાન ખાનની સાથે મુખ્ય અભિનેત્રીના રોલમાં નજરે પડનાર છે. ભારત વર્ષ ૨૦૧૯માં  રજૂ કરવામાં આવનાર છે.

 

Share This Article