ગ્રાહકોને અજોડ અને ગુણવત્તાયુક્ત મનોરંજન પૂરું પાડવાના એકધાર્યા પ્રયાસમાં ભારતની અગ્રણી DTH કંપની ડિશ ટીવી ઈન્ડિયા લિ.એ આજે તેનાં ડિશટીવી અને D2h મંચો પર પણ નવી વેલ્યુ- એડેડ સર્વિસ (વીએએસ) ‘હોલીવૂડ ઈન્ડી એક્ટિવ’ લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. સબ્સ્ક્રાઈબરો દ્વારા તેમની પોતાની ભાષામાં કન્ટેન્ટ જોવાની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતાં કંપનીએ 4 ભાષા- હિંદી, તમિળ, તેલુગુ અને મરાઠીમાં ડબ કરેલી લોકપ્રિય અને ઉત્કૃષ્ટ હોલીવૂડની મુવીઓ દર્શાવવા માટે વન ટેક મિડિયા સાથે હાથ મેળવ્યા છે. આ સેવા પર ફિલ્મો માસિક રૂ. 45+ કરની નજીવી કિંમતે ડિશટીવી અને D2H મંચો પર કોઈ પણ એડ-બ્રેક વિના જોઈ શકાશે.
ભારતીય બજારમાં પ્રાદેશિક ભાષાઓમાં ઘણી બધી રિલીઝ જોવા મળી છે, જે બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ નીવડી છે. અગ્રણી હોલીવૂડનાં નિર્માણ ગૃહો ભારતીય ગ્રાહકો પોતાને જોડી શકે તે ભાષામાં અવ્વલ ટાઈટલ્સ રિલીઝ કરતાં આ પ્રવાહ ઝડપથી જોર પકડી રહેલો જોવા મળી રહ્યો છે. જોકે બધી હોલીવૂડની ફિલ્મો ડબ કરેલી હોતી નથી કે બધી પ્રાદેશિક ભાષામાં ડબ કરેલી હોતી નથી કે વિવિધ ભાષામાં એક ફિલ્મ માટે એક સ્થળ નથી. ડિશ ટીવીનું આંતરિક સંશોધન દર્શાવે છે કે ઉચ્ચ માગણી ધરાવતી ડબ્ડ ઈન્ટરનેશનલ કન્ટેન્ટની ઉપલબ્ધતા અને પોતાની પસંદગીની ભાષામાં કન્ટેન્ટ જોવા માગતા દર્શકો વચ્ચે સ્પષ્ટ અંતર છે. ગ્રાહકો રિલેટેબિલિટી અને આસાની ચાહે છે અને ડિશ ટીવી આ અંતર દૂર કરીને આ સેવા સાથે તેને પહોંચી વળીને અને તેમની પોતાની અગ્રતાની ભાષામાં આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ પૂરી પાડીને દર્શકોની જરૂરતો પરિપૂર્ણ કરવા માટે આ મુખ્ય ઈનસાઈટ ધરાવે છે.
નવી સેવા રજૂ કરવા વિશે ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડના સીઈઓ શ્રી અનિલ દુઆએ જણાવ્યું હતું કે, “અમારા દર્શકોને ઉત્તમ અને વૈવિધ્યપૂર્ણ મનોરંજન કન્ટેન્ટ પૂરી પાડવાના અમારા ઉદ્દેશની રેખામાં અમે 4 ભાષામાં એડ- ફ્રી હોલીવૂડ કન્ટેન્ટ પૂરી પાડવા અમારા મંચ પર ‘હોલીવૂડ ઈન્ડી એક્ટિવ’ રજૂ કર્યું છે. અમારી પાસે વિશાળ સબ્સ્ક્રાઈબર મૂળ છે, જે હિંદી, મરાઠી, તમિળ અને તેલુગુ કન્ટેન્ટ અમારા મંચ પર જુએ છે અને આથી જ આ 4 ભાષામાં ડબ કરેલી આ સેવાઓ રજૂ કરવાનું અમે પસંદ કર્યું છે. હોલીવૂડ ઈન્ડી એક્ટિવ અગ્રતાની ભાષામાં આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ જોવા માગતા દર્શકો માટે છે. હોલીવૂડની મુવીઝ અમારા દર્શકોની જેને માટે ભૂખ વધી રહી છે તે સેગમેન્ટ છે અને આ સેવા તેની જરૂર છે એવા લોકો માટે છે. નવી સેવા સાથે ગ્રાહકો કિફાયતી ખર્ચે તેમની પોતાની ભાષામાં 100+ હોલીવૂડ ટાઈટલ્સ માણી શકશે.”
હોલીવૂડ ઈન્ડી એક્ટિવ 100+ હોલીવૂડ ટાઈટલ્સ બતાવશે અને એકશન, એડવેન્ચર, ક્રાઈમ, થ્રિલર, મિસ્ટરી, સ્કાય-ફાય, સસ્પેન્સ, હોરર અને ઘણા બધા જેવા પ્રકારની વિવિધતામાંથી દરેક મહિના ઘણા બધા વધુ ટાઈટલ્સ લાવશે. આ સેવા ડિશ ટીવી પર ચેનલ નંબર 337 અને D2H પર 320 પર ઉપલબ્ધ બનશે.
ટેગ્સ: #Manghadant #OneHaiTohDoneHai #Watcho #OTT
2019માં લોન્ચ કરવામાં આવેલી વોચો ઘણા બધા ઓરિજિનલ શો ખાસ ઓફર કરે છે, જેમાં વેબ સિરીઝમાં મનઘડંત, અવૈધ, એક્સપ્લોઝિવ, આરોપ, વજહ, તારા ભૈયા ઝિંદાબાદ, ધ મોર્નિંગ શો, હેપ્પી, બૌચરે-ઈ-ઈશ્ક, હેપ્પી, ગુપ્તા નિવાસ, જૌનપુર, પાપા કા સ્કૂટર વગરેનો સમાવેશ થાય છે. આટલું જ નહીં વોચો કોરિયન ડ્રામા અને વિવિધ અન્ય આંતરરાષ્ટ્રીય શો પણ ઓફર કરે છે. વોચોએ તાજેતરમાં સિગ્નેચર રૂ. 253ના માસિક પ્લાન સાથે ઓટીટી અગ્રેગેશન વેપારમાં પ્રવેશ કર્યો છે. 11 લોકપ્રિય ઓટીટી એપ્સ સાથે તે ઓલ-ઈન-વન- ઓટીટી સબ્સ્ક્રિબ્શન માટે ગો-ટુ- ડેસ્ટિનેશન ઝડપથી બની રહ્યું છે. વોતચોમાં સ્વેગ નામે યુઝર-જનરેટેડ કન્ટેન્ટ માટે અજોડ મંચ પણ છે, જેમાં લોકો તેમની પોતાની કન્ટેન્ટ નિર્માણ કરી શકે અને તેમની સંભાવનાઓની ખોજ કરી શકે છે. વોચો વિવિધ ડિવાઈસીસ (ફાયર ટીવી સ્ટિક, ડિશ એસએમઆરટી, એન્ડ્રોઈડ અને iOS સેલફોન્સ અને D2H મેજિક ડિવાઈસીસ સહિત) અથવા ઓનલાઈન www.WATCHO.com પર પણ પહોંચ મેળવી શકાશે.