તેની ઓરિજિનલ કન્ટેન્ટ સફળતાથી ચલાવ્યા પછી વોચો દ્વારા સૌથી લોકપ્રિય ઓટીટી મંચોનાં બંડલ્ડ પેકેજીસ પૂરાં પાડીને તેની ઓફરો વિસ્તારવામાં આવી છે. આમ, તે પોતાના સબ્સ્ક્રાઈબરોને એક સબ્સ્ક્રિપ્શનની સુવિધા સાથે ડિજિટલ કન્ટેન્ટની સંપૂર્ણ નવી દુનિયા પૂરી પાડશે.
વોચો એક લોગઈન અને સબ્સ્ક્રિપ્શન મોડેલ થકી ડિઝની+ હોટસ્ટાર, Zee5, સોની લાઈવ, લાયન્સગેટ પ્લે, હોઈચોઈ ક્લિક, એપિકઓન, ચૌપાલ અને ઓહો ગુજરાતીની ઓટીટી કન્ટેન્ટ ઓફર કરશે. ઉપરાંત સબ્સ્ક્રાઈબરો વોચો એક્સક્લુઝિવ્સમાંથી 35+ રોમાંચક વેબ સિરીઝ, સ્વેગ (યુજીસી કન્ટેન્ટ), સ્નેકેબલ શોઝ અને લાઈવ ટીવી સહિત ઓરિજિનલ કન્ટેન્ટની વ્યાપક લાઈબ્રેરી પણ માણી શકશે. ડિશટીવી તેના પ્લાનને વધુ બહેતર બનાવશે, કારણ કે વધુ ઓટીટી મંચો વોચોને વ્યાપક મનોરંજન સ્થળ બનાવવા માટે તેની સાથે જોડાવાની તૈયારીમાં છે.
ભારતીય ઓટીટી દર્શકો ઘણાં બધાં મંચો વચ્ચે માથાકૂટ કરીને નવીનતમ કન્ટેન્ટ સાથે અવગત રહેવા માટે મથામણ કરે છે. વોચોની નવીનતમ ઓટોટી અગ્રેગેશન સેવા તેનું “વન હૈ તો ડન હૈ,” વચનને જીવે છે, જે વ્યુઈંગ અનુભવ સુધારવા સાથે એક જગ્યાએ મહત્તમ કન્ટેન્ટને આસાન પહોંચ મળે તેમાં યોગદાન આપવા માટે એક પ્લાન અને એક પેમેન્ટ પેકેજની સુવિધા પ્રદાન કરવા ધારે છે. ઉપરાંત આરંભિક ઓફર તરીકે (મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ), ડિશટીવી, D2H અને સિટી કેબલના સબ્સ્ક્રાઈબરો કોઈ પણ વધારાનો ખર્ચ ચૂકવ્યા વિના મહિના માટે નવી સેવા મેળવી અને માણી શકે છે. સબ્સ્ક્રાઈબ કરવા પર ઉપભોક્તાઓને એપ અથવા વેબ થકી મોબાઈલ્સ, ટેબ્લેટ્સ, લેપટોપ્સ અને ટીવી પર ઓટીટી કન્ટેન્ટને પહોંચ મેળવવાની સાનુકૂળતા રહેશે.
આ લોન્ચ પર બોલતાં ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડના ગ્રુપ સીઈઓ અનિલ દુઆએ જણાવ્યું હતું કે, “DTH ટેકનોલોજીમાં આગેવાન તરીકે ડિશ ટીવી ઈન્ડિયાએ ભારતીય ટેલિવિઝન ક્ષિતિજમાં બદલાવ લાવવા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ઝડપી ડિજિટાઈઝેશન, ઉત્ક્રાંતિ પામતી ગ્રાહક અગ્રતાઓ અને ઉદ્યોગની ગતિશીલતામાં આમૂલ પરિવર્તનને લીધે અમે વિડિયો સ્ટ્રીમિંગ એપ્સ (ઓટીટી)ને દ્રઢ બનાવવા અને વોચોની ઓફર વિસ્તારવા માટે એક પગળું આગળ વધ્યા છીએ. વોચોની નવી સેવા સાથે અમે અમારા સબ્સ્ક્રાઈબરો માટે અદભુત મૂલ્ય અને સુવિધા પ્રદાન કરતું એક સબ્સ્ક્રિપ્શન ગેટવે નિર્માણ કરીને અમારા ઓટીટી કન્ટેન્ટ વિતરણ મંચને મજબૂત બનાવ્યું છે. આ નવી સેવાઓની રજૂઆત સાથે અમે વોચોને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સ્ક્રીન પર ઓરિજિનલ કન્ટેન્ટ, લાઈનિયર ટીવી અને ઓન- ડિમાન્ડ વૈવિધ્યપૂર્ણ મનોરંજન સાથે વન-ટોપ એન્ટરટેઈનમેન્ટ સ્થળ બનાવવા માગીએ છીએ.
ડિશ ટીવી ઈન્ડિયાના ડિશટીવી અને વોચોના માર્કેટિંગના કોર્પોરેટ હેડ સુખપ્રીત સિંહે જણાવ્યું હતું કે, “વોચો- અમારું ઘરમાં વૃદ્ધિ પામેલું ઓટીટી મંચ હોઈ તેની પહોંચ સતત વધારી છે અને 2022ના પ્રથમ ત્રિમાસિકના અંતે 60 મિલિયનથી વધુ ડાઉનલોડ્સનો આંક પાર કર્યો છે. મંચ સ્પર્ધાત્મક અને ઊર્જાત્મક સ્ટ્રીમિંગ વિડિયો સેવાઓના ઉદ્યોગમાં પોતાને માટે આગવી ઓળખ ઊભી કરવા કામ કરી રહ્યું છે. ઓટીટી ઉદ્યોગ ઘણા બધા ઓટીટી એપ્સ સાથે ફૂલીફાલી રહ્યો છે, જેને લીધે ગ્રાહકોને અગ્રતાની કન્ટેન્ટ શોધવા મથામણ કરવી પડે છે. આ પડકારોને પહોંચી વળવા માટે અમે વોચો ઓટીટી અગ્રેગેશન સેવા રજૂ કરી છે, જે કિફાયતી કિંમતે એકંદર ડિજિટલ કન્ટેન્ટ ઉપભોગને એકત્રિત કરશે. આ સાથે અમે એક મંચ પરથી વિવિધ ઓટીટી મંચોની પહોંચક્ષમતાનુ લોકશાહીકરણ કરવા માગીએ છીએ.”
ગ્રાહકોની વિવિધ આવશ્યકતાઓને પહોંચી વળવા ચાર સબ્સ્ક્રિપ્શન પેકસ તૈયાર કરવામાં આવ્યાં છે. દર્શકો વોચો મંથલી સબ્સ્ક્રિપ્શન પેક્સ થકી અમર્યાદિત મનોરંજન માણી શકે છેઃ
Watcho Mirchi @ Rs.49/ | Watcho Masti @ Rs.99/ | Watcho Dhamaal @ Rs. 199/ | Watcho Max @ Rs. 299/ |
વોચો | Zee5 | ડિઝની+ હોટસ્ટાર | સોની લાઈવ |
હંગામા પ્લે | વોચો | Zee5 | ડિઝની+ હોટસ્ટાર |
એપિક ઓન | હોઈચોઈ | વોચો | Zee5 |
ઓહો ગુજરાતી | હંગામા પ્લે | લાયન્સગેટ પ્લે | વોચો |
Klikk | એપિક ઓન | હોઈચોઈ | લાયન્સગેટ પ્લે |
ચૌપાલ | હંગામા પ્લે | હોઈચોઈ | |
ઓહો ગુજરાતી | એપિક ઓન | હંગામા પ્લે | |
Klikk | ચૌપાલ | એપિક ઓન | |
ઓહો ગુજરાતી | ચૌપાલ | ||
Klikk | ઓહો ગુજરાતી | ||
Klikk |
“અમને વોચો માટે ડિશ ટીવી સાથે સહયોગ કરવાની ખુશી છે. ડિઝની+ હોટસ્ટારે તેના સહયોગ થકી કક્ષામાં અવ્વલ કન્ટેન્ટ ઓફર કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે અમે કન્ટેન્ટની અમારી વ્યાપક લાઈબ્રેરીને નવા દર્શકો સુધી વધુ પહોંચક્ષમ બનાવવા માટે ઉત્સુક છીએ. વોચોના ગ્રાહકો ડિઝની+ હોટસ્ટારની શ્રેષ્ઠ કન્ટેન્ટ બિન્જ-વોચ અને માણી શકશે,” એમ ડિઝની સ્ટારના ભારતના ડિસ્ટ્રિબ્યુશન અને ઈન્ટરનેશનલ હેડ ગુરજીવ સિંહ કપૂરે જણાવ્યું હતું.
આ ભાગીદારી વિશે બોલતાં ZEEL -સાઉથ એશિયાના એલાયન્સીસ અને પાર્ટનરશિપ્સના હેડ વિવેક અરોરાએ જણાવ્યું હતું કે, “ZEE5 અમે હંમેશાં વિવિધ બજારોમાં અમારી હાજરી વિસ્તારવા, કન્ટેન્ટ ઉપભોગનું લોકશાહીકરણ કરવા અને વધુ દર્શકો સુધી તેને પહોંચક્ષમ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ. વોચો માટે ડિશ ટીવી સાથે ભાગીદારી કરવાની અમને ખુશી છે, જેનું લક્ષ્ય ભારતમાં ડિજિટલ કન્ટેન્ટ ઉપભોગની ક્ષિતિજ વ્યાપક બનાવવાનું છે. ZEE5 કેચ-અપ ટીવી, વિવિધ ભાષાઓમાં જૂની ક્લાસિક અને બ્લોકબસ્ટર્સ સાથે વિવિધ પ્રકારોમાં વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટને દર્શાવતી રોમાંચક ઓફર કરે છે. અમે મંચ પર બહેતર અનુભવ માટે અજોડ મનોરંજન સન્મુખતા પ્રદાન કરતાં નાવીન્યતા અને જોડાણો થકી દર્શકો સાથે અમારું જોડાણ વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું.”
લોન્ચ પર બોલતાં લાયન્સગેટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અમિત ધાનુકાએ જણાવ્યું હતું કે, “લાયન્સગેટ પ્લે ખાતે અમને તેમની નવીનતમ બંડલિંગ ઓફરો પર ડિશ ટીવીના વોચો સાથે ભાગીદારી કરવાની ખુશી છે. ભારતમાં સતત ઉત્ક્રાંતિ પામતા ઓટીટી અવકાશ સાથે એપ બંડલિંગ વ્યાપક ગ્રાહક મૂળ સુધી પહોંચવા માટે બ્રાન્ડ્સને મદદરૂપ થવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે. આ વ્યાપક ભાગીદારી સાથે અમે દર્શકોને કિફાયતી કિંમતે અમારી શ્રેષ્ઠ કન્ટેન્ટ ઓફર કરીશું અને તેમને બહેતર વ્યુઈંગ અનુભવ પૂરો પાડીશું.”
આ લોન્ચ પર બોલતાં એપિક ઓનના સીઓઓ શૌર્ય મોહંતીએ જણાવ્યું હતું કે, “ડિજિટલ ઈકોસિસ્ટમ સતત ઉત્ક્રાંતિ પામી રહી છે અને ગ્રાહકો પણ તે સાથે ઉત્ક્રાંતિ પામી રહ્યા છે. આજની બજારમાં વિવિધ મંચો જોવાની જરૂર પડે છે અને અગ્રેગેશન ઉપભોક્તાઓને શું જોવું જોઈએ તે શોધવામાં મદદરૂપ થવા વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વોચો સાથે અમને આશા છે કે અમારી પ્રીમિયમ અને મલ્ટીફોર્મ ઓફરો દેશભરના વિશાળ દર્શક વર્ગો સુધી વિસ્તરશે.”
હોઈચોઈના સીઈઓ સૌમ્યા મુખરજીએ જણાવ્યું હતું કે, “અમે હંમેશાં અમારા ગ્રાહકોને હોઈચોઈ આસાનીથી અને વ્યાપક રીતે પહોંચક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વોચોનો હિસ્સો બનીને તે દિશામાં અમે એક પગલું આગળ ભર્યું છે. ઓટીટી અગ્રેગેશનના આ સ્વરૂપ સાથે દર્શકો એક લોગઈનમાં મોટી સંખ્યામાં મંચોને પહોંચ મેળવી શકશે. અમારા ગ્રાહકોને સૌથી સુવિધાજનક અને મનોરંજક વ્યુઈંગ અનુભવ આપવાના અમારા હેતુને તે પહોંચી વળે છે અને સર્વ દર્શકો માટે ફેલાતી હોઈચોઈની પહોંચના અમારા પ્રવાસમાં બંધબેસે છે.”
એન્જલ ટેલિવિઝન પ્રા. લિ. (Klikk)ના ડાયરેક્ટર શ્રી અભય કુમાર તાંતિયાએ જણાવ્યું હતું કે, “અમને વોચો સાથે ભાગીદારી કરવાની બેહદ ખુશી અને ગૌરવની લાગણી થાય છે. ડિશ ટીવી DTH અવકાશમાં લંબા સમયથી બજાર અગ્રણીમંથી એક છે અને ઓટીટી મંચ વોચો લોન્ચ કર્યું છે, જે અન્ય ઓટોટી મંચો માટે માર્કેટપ્લેસનું કામ કરશે, જેથી અમને આ સંબંધો વિસ્તારવાની અને વોચો સાથે તેને આગળ વધારવાની બેહદ ખુશી છે. આશાસ્પદ રીતે આ પ્રવાસ અન્ય ઓટીટી મંચો સાથે અવિસ્મરણીય બની રહેવા માટે વચનબદ્ધ છે. અમે વધુ લોકોને પહોંચી વળવા અને વધુ સમુહ સુધી પહોંચવા માટે ઉત્સુક છીએ. અહીંથી આગળ વધતા રહીશું અને ઊંચાઈને સ્પર્શતા રહીશું.”
“આજે ઓહો ગુજરાતી ગુજરાતની બજારમાં અવ્વલ પ્રાદેશિક ઓટીટી મંચ છે. 25થી વધુ ઓરિજિનલ શો સાથે અમે દરેક મહિને 2 નવા ઓરિજિનલ્સનો ઉમેરો કરીએ છીએ. ગુજરાતમાં વ્યાપક સ્વીકાર પછી અમે વધુ પહોંચ માટે રાષ્ટ્રીય ખેલાડીઓ સાથે ભાગીદારી કરવા માગતા હતા. ડિશ ટીવીનું સાહસ વોચો પરિપૂર્ણ મનોરંજન પેકેજ છે, જે તમારા ફેવરીટ શો અને મુવીઝ માણવાની નવી અને સુવિધાજનક રીત પૂરી પાડે છે. અમને લાગે છે કે વિશાળ દર્શક વર્ગ સુધી પહોંચવા માટે આ ઉત્તમ માધ્યમ છે અને ઓફરોની તેની વ્યાપક શ્રેણીનો હિસ્સો બનવાની અમને ખુશી છે. અમે દુનિયાભરમાં રોમાંચક ગુજરાતી શો અને ફિલ્મો સાથે વધુ ને વધુ લોકોનું મનોરંજન કરવા માટે ઉત્સુક છીએ,” એમ ઓહો ગુજરાતીના સહ- સ્થાપક અભિષેક જૈને જણાવ્યું હતું.
ચૌપાલના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ બંસલે જણાવ્યું હતું કે, “ચૌપાલ સીમાપાર મનોરંજનનું દ્યોતક છે, જ્યાં પ્રાદેશિક ભાષાઓ અને સંસ્કૃતિઓ આંતરક્રિયા કરીને ભારતીય ફલકની ઝાંખી કરાવે છે. ચૌપાલમાં અમે હંમેશાં આરંભરૂપે માતૃભાષાઓ પંજાબી, હરિયાણ્વી અન ભોજપુરીમાં નવી કન્ટેન્ટ ઓફરની દ્રષ્ટિએ અમારા સબ્સ્ક્રાઈબરોને પસંદગીઓનો ભંડાર આપવામાં વિશ્વાસ રાખીએ છીએ. 2021માં આરંભથી ચૌપાલે વિશાળ સ્ક્રીન્સ અને કનેક્ટેડ ડિવાઈસીસ પર કન્ટેન્ટ ઉપભોગમાં મોટો ઉછાળો જોયો છે. અમને આશા છે કે ડિશ ટીવીના વોચો સાથે સહયોગથી ચૌપાલનો સહભાગ વધુ બુલંદ બનશે અને તેની કન્ટેન્ટ માટે પ્રદેશ અને ભાષાના સર્વ અવરોધો તૂટી જશે. અમને બંને બ્રાન્ડ્સ વચ્ચે જોડાણ કરવાની બેહદ ખુશી છે.”
હંગામા ડિજિટલ મિડિયાના સીઈઓ સિદ્ધાર્થ રોયે આ સહયોગ વિશે જણાવ્યું કે, “હંગામા પ્લે કન્ટેન્ટની વૈવિધ્યપૂર્ણ, બહુભાષી અને બહુપ્રકાર લાઈબ્રેરી ધરાવે છે. વોચો સાથે અમારા સહયોગથી અમે ગ્રાહકોને મુવીઝ, ટીવી શોઝ અને હંગામા ઓરિજિનલ્સની અતુલનીય લાઈબ્રેરીથી પ્રેરિત પરિપૂર્ણ મનોરંજન ઓફર કરી શકીશું. અમે વોચો સાથે ભાગીદારી કરવા માટે ભારે રોમાંચિત છીએ અને હંગામા પ્લે દ્વારા ઓફર કરાતો કન્ટેન્ટ અનુભવ વોચોના ગ્રાહકોને ખુશી આપશે અને અમારી કન્ટેન્ટ નવા ગ્રાહક મૂળ સુધી વિસ્તરશે એવી પણ ખાતરી છે.”