સોશિયલ મીડિયા પર ચર્ચા, “૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૦૦૦ રૂપિયાની નવી નોટ આવી જશે!?..”૧ જાન્યુઆરીથી બંધ થઇ જશે ૨૦૦૦ ની નોટ, ૧૦૦૦ રૂ. ની નોટ લેશે સ્થાન!! શું છે આ સમાચાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વર્ષ ૨૦૨૩ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષની સાથે દેશમાં ઘણા નિયમ પણ બદલાઇ જશે જે લોકોના જીવનમાં સીધી અસર પડશે. ૧ જાન્યુઆરી ૨૦૨૩થી બદલાનારા નિયમોમાં બેંક લોકર, ક્રેડિટ કાર્ડ, ગાડીઓના રજિસ્ટ્રેશન, એમ્સમાં રજિસ્ટ્રેશન, મોબાઇલ ફોનના IMEI સાથે જોડાયેલા ઘણા નિયમ છે.

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ થઇ રહી છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૦૦૦ રૂપિયાની નવી નોટ આવી જશે અને આ દિવસથી ૨૦૦૦ રૂપિયાની જૂની નોટ પણ બંધ થઇ જશે.  શું દાવો કરવામાં આવી રહ્યો છે? તે..જાણો.. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે, ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૦૦૦ રૂપિયાની નોટ આવી જશે અને ૨૦૦૦ રૂપિયાની નોટ બેંકોમાં પરત ફરશે.

જોકે સરકારે ૧૦૦૦ રૂપિયાની નોટ જાહેર કરવા અને ૨૦૦૦ રૂપિયાની નોટને પરત લેવા સાથે જોડાયેલ કોઇ નોટિફિકેશ જાહેર કરવામાં આવ્યું નથી. PIB Fact Check એ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોની સચ્ચાઇ જાણવા માટે તપાસ કરી.  PIB Fact Check એ પોતાને તપાસમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. તેનો સીધો અર્થ એ થયો છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ના તો ૧૦૦૦ રૂપિયાની નવી નોટ આવી રહી છે અને ના તો ૨૦૦૦ રૂપિયાની નોટ બેંકો પરત લેવામાં આવી રહી છે. ૨૦૦૦ રૂપિયાની નોટ પહેલાંની માફક ચાલુ રહેશે. PIB Fact Check એ લોકોને અપીલ કરી છે. આ પ્રકારે ભ્રામક મેસેજને કોઇપણ વ્યક્તિની સાથે શેર ન કરો અને ના તો સોશિયલ મીડિયા પર કોઇ ગ્રુપમાં ફોરવર્ડ કરો.

Share This Article