નેતાઓની ઇમેજની ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર રચાઇ ચુકી છે. આ વખતે પણ ચૂંટણી મેદાનમાં મોટી સંખ્યામાં એવા નેતાઓ હતા જે અપરાધિક રેકોર્ડ ધરાવતા હતા. તેમની જીત પણ થઇ હતી.  હવે નેતાઓની ઇમેજને લઇને ફરી ચર્ચા શરૂ થઇ ગઇ છે. રાજનીતિના  અપરાધિકરણ પર જે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે તેના સંકેત તો બ્રિટીશ શાસનકાળમાં જ વર્ષ ૧૯૨૨માં જ મળી ગયા હતા. સી રાજગોપાલચારીએ પોતાની જેલ ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો કે ચૂંટણી અને ભ્રષ્ટાચાર, અન્યાય અને નાણાના દુરુપયોગથી જીવન નરક બની જશે. જ્યારે અમને સ્વતંત્રતા મળશે ત્યારે આ પ્રકારની પ્રવૃતિથી પરેશાની વધતી રહેશે. રાજનીતિના અપરાધિકરણને નિયંત્રિત કરવા માટે બંધારણની હદમાં રહીને વહીવટી સુધારા પર ભાર મુકવામાં આવે છે.

પરંતુ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના દિવસે બંધારણને પાર કરવાના પ્રસ્તાવને રજૂ કરીને અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે એવુ સ્પષ્ટ કર્યુ હતુ કે બંધારણ એઅક મશીનની જેમ નિર્જીવ વસ્તુ છે. તે એ વ્યક્તિ પાસેથી જે આને નિયંત્રિત કરે છે અને લાગુ કરે છે તે તેમાં પ્રાણ ઉમેરે છે. ભારતને આજે આવા ઇમાનદાર લોકોના ગ્રુપની જરૂર રહેલી છે. જે લોકોમાં પોતાના કરતા દેશહિતની દ્રઢતાની ભાવના છે તેવા લોકોની દેશને જરૂર છે. આવા વિચારોની બિલકુલ વિરુદ્ધમાં અમે દેશના કાયદાકીય પંચના ૨૪૪માં અહેવાલમાં એવુ જાઇ રહ્યા છીએ કે ભારતમાં સંસદ અને રાજ્ય વિધાનસભા સ્તર પર આશરે એક તૃતિયાશ ચૂંટાયેલા સભ્યોની સામે કોને કોઇ પ્રકારના અપરાધિક કલંક રહેલા છે. દરેક પાંચમા ધારાસભ્યની સામે કોઇ અપરાધિક કેસ પેન્ડિંગ છે.

આનો આગળનો હિસ્સો એ છે કે જે અપરાધિક ગતિવિધીના રેકોર્ડ હોય છે તે સાફ સુથરી છાપ ધરાવતા ઉમેદવારોની તુલનામાં વધારે પ્રમાણમાં ચૂંટણી જીતે છે. ત્યાં સારી છાપ ધરાવતા ઉમેદવારો ૧૨ ટકા ચૂંટણી જીતે છે. જ્યારે અપરાધિક છાપ ધરાવતા ઉમેદવારોની જીતન ટકાવારી ૨૩ ટકા સુધી પહોંચી જાય છે. વહીવટી સ્તર પર ૧૯૭૦ બાદ પ્રથમ વખત કેટલાક નક્કર પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. અપરાધ મુક્ત રાજનિતીને લઇને હમેંશા પ્રયાસો થતા રહ્યા છે.

બીજી બાજુ રાજકીય પાર્ટીઓના ઇરાદા માત્ર ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારો હોય છે. તેઓ કોઇ પણ પ્રકારના ઉમેદવારો ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે. ચૂંટણી જીતવા માટેનો લક્ષ્ય રાખવામાં આવે ત્યારે અપરાધિક છાપ ધરાવતા વધારે ઉમેદવારોને મેદાનમાં ઉતારી દેવામાં આવે છે. કાયદા પંચે કેટલીક બાબતોને સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી હતી. હવે વધારે સુધારા હાથ ધરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. ખાસ કરીને મજબુત ઇચ્છાશક્તિ સાથે તમામ રાજકીય પક્ષો આગળ વધે તો જ આમાં સફળતા મળી શકે છે. રાજકીય પક્ષો એકમાત્ર ચૂંટણી જીતવાના ઇરાદા ન રાખે ખાસ કરીને સારી છાપ ધરાવતા અને જે ઉમેદવારોની સામે કોઇ અપરાધ નથી તેમને ટિકિટ આપવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે.

Share This Article