ડિસ્કવરી ચેનલ પર એક કલાકની વિશેષ ડોક્યુમેન્ટરી “કેરલા ફ્લડ્સ – ધ હ્યુમન સ્ટોરી” કેરલના એ લોકોની અદમ્ય ભાવનાનું માર્મિક ચિત્રણ કરે છે, જે નિરંતર પોતાના પ્રિય રાજ્યના પુનર્નિર્માણ માટે કાર્ય કરે છે. આ ડોક્યુમેન્ટરી વિપત્તિઓની સામે અસ્તિત્વની ભાવનાનું સમ્માન કરે છે. આ એક કલાકની ડોક્યુમેન્ટરીનું પ્રસારણ ફક્ત ડિસ્કવરી ચેનલ પર સોમવાર, 12 નવેમ્બર, 2018ના રોજ રાત્રે 9 કલાકે કરવામાં આવશે. આમ દર્શકોને જરૂરિયાતમંદોની સહાયતા કરવા માટે લોકોની અવિશ્વસનીય વાર્તાઓ જોવાનો અવસર મળશે જેમાં રાહતકર્મી બનેલ માછીમારોથી લઇને સહાયતા ઉપલબ્ધ કરાવનાર રક્ષા બળ, જરૂરિયાતમંદો સુધી સામાન પહોંચાડવા માટે એનજીઓ કાર્યકર્તાઓ સાથે કામ કરનાર અભિનેતાઓથી લઈને વિનાશકારી વરસાદના સમયે લોકોનો સંપર્ક કરવાની પદ્ધતિઓ શોધનાર યુવા સાહસિકોની વાર્તાઓ સામેલ છે.
આ ડોક્યુમેન્ટરી સાથિયા જાબિલની વાર્તા પણ દર્શાવશે. જેની ડિલિવરીની નિર્ધારિત તિથિ ફક્ત ત્રણ દિવસ દૂર હતી, તેમની પ્રસવ પીડા વધી ચૂકેલ હતી અને જળ સ્તર પણ વધી રહ્યું હતું. તેમને ભારતીય જળ સેનાના રાહત અભિયાન “મદદ” એરલિફ્ટ કરવામાં આવ્યું બપોર સુધી, બાળક સુભાન બધા તોફાનોથી અજાણ પોતાની માતાની ખોળામાં હતો, જેને સંઘર્ષ કરીને તે આ દુનિયામાં લઇને આવી હતી.
આ ડોક્યુમેન્ટરીના મહત્વને રેખાંકિત કરતા, ઝુલ્ફિયા વારિસ, વાઇસ પ્રેસિડેન્ટ તથા હેડ, પ્રીમિયમ તથા ડિજિટલ નેટવર્ક્સ, ડિસ્કવરી કોમ્યુનિકેશન ઇન્ડિયાએ કહ્યું, “આ વર્ષે કેરાલાને અકલ્પનીય કટોકટીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ જેમ કોઈ પણ સમાચાર સાથે થાય છે, હંમેશાં કેટલીક અથવા અન્ય વસ્તુઓ અગ્રતા લઈ લે છે અને પાછળની હેડલાઇન્સ ભૂલી જાય છે. ‘કેરલ ફ્લડ્સ – ધ હ્યુમન સ્ટોરી’ દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવાનો હેતુ કેરળના પુનર્નિર્માણ માટે અવિરતપણે કામ કરતા સેંકડો લોકો તરફ ધ્યાન દોરવાનું છે જે કેરલના પુનનિર્માણ માટે વગર થાકે કામ કરી રહ્યાં છે. વિપત્તિના સમયે ચરિતની આશ્ચર્યજનક દ્રઢતા અને બધું પૂરું થયા બાદ આશાની વાર્તાઓના માધ્યમથી “કેરલા ફલ્ડ્સ”નો ઉદ્દેશ એક એવા કેરલની વાર્તા સંભળાવવાનો છે જેણે વિનાશ દ્વારા સ્વયંને પરિભાષિત કરવાથી ઇન્કાર કરી દીધો છે.દરેકે કેરલના વિનાશને જોયો છે અને હવે આ એ પ્રયાસોને જોવાનો સમય છે જે એક- એક તણખલાં જોડીને ધીરે-ધીરે આના પુનનિર્માણ માટે જઈ રહ્યાં છે.
આ બધાની શરૂઆત આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર થઇ હતી જ્યારે કેરલમાં ખુબ ઝડપી વરસાદ થવાની શરૂઆત થઇ હતી. રાજ્યના લોકોને એ વાતનો સેજ પણ અંદાજ નહોતો કે જલ્દી જ તેઓ એક ભયાનક પૂરનો સામનો કરવા જઇ રહ્યા હતા જેને કેરલે પાછળની એક સદીમાં ક્યારેય જોયો નહોતી પુરા 11 દિવસ સુધી ભયંકર વરસાદમાં સૌથી વધુ જનસંખ્યાવાળા રાજ્યોમાંથી એક, 44 નદીઓ અને 61 બાંધો વાળા કેરળમાં લગભગ 25 ટ્રિલિયન લીટર પાણી વરસ્યું પાણી અહીં જીવનરેખા છે અને ન ફક્ત કેરલની ભૌગોલોક સ્થિતિનું પરિચાયક છે, પરંતુ આના ઇતિહાસ અને અર્થવ્યવસ્થાનો પણ પરિચય આપે છે. પાણીની ભરપૂર માત્રા આને જીવન અને અસ્તિત્વ આપે છે. લગભગ એક સદીમાં સૌથી મોટું પૂર એ રાજ્યના અધિકાંશ ભાગને તબાહ કરી દીધો ઈશ્વરના પોતાના દેશને હવે 218 પુલ, લગભગ 35,000 કિલોમીટર લાંબી સ્થાનીય સડકો અને લગભગ 1,74,000 ઘરોના પુનનિર્માણની આવશ્યકતા રહેશે લગભગ 46,000 હેકટર ક્ષેત્રમાં કૃષિ ફસલ નષ્ટ થઇ ગઈ હતી. બાઢના કારણે 40,000 કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું અનુમાન છે.