દિગ્દર્શક નિતિન કક્કડે બન્ને લીડ એક્ટર્સને એકબીજા સાથે વાત કરવાની ના પાડી હતી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુપરસ્ટાર સલમાન ખાન પ્રોડક્શન હાઉસમાં બની રહેલી ફિલ્મ નોટબુકની પ્રશંસકો દ્વારા ઉત્સાહથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મના ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા ગીતોમાં પ્રણુતન અને ઝહીર ઈકબાલ વચ્ચેની અનોખી લવસ્ટોરી દર્શાવવામાં આવી છે. માર્ચના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ નોટબુક બે અજાણ્યા લોકોની લવ સ્ટોરી છે જેમા બન્ને વચ્ચે દૂરી હોવા છતા બન્ને એકબીજા સાથે હોવાનો અહેસાસ કરાવે છે.

જેમકે આ ફિલ્મમાં પ્રણુતન અને ઝહીર ઈકબાલ વચ્ચે અજાણ્યા બે વ્યક્તિ વચ્ચેની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે. નિતિન કક્કડે આ ઈમોશન્સ બનાવી રાખવા બન્ને લીડ એક્ટર્સને એકબીજા સાથે વાતચીત કરવા પર પાબંદી લગાવવામાં આવી હતી. બન્ને એક્ટર્સને ઓફ સ્ક્રિન પર પણ વાત કરવા પર સખ્ત મનાઈ હતી. પ્રણુતન અને જહીર ઈક્બાલ સેટ પર બાળકો સાથે વાતચીત કરીને સમય પસાર કરતા હતા. બન્ને એક જ ફિલ્મમાં કામ કરતા હોવા છતા એકબીજાથી અજાણ ફિલ્મના સીન્સને વધારે ખૂબસૂરત બનાવે છે.

ફિલ્મની રિલીઝ પહેલા જ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોટબુકનું ટ્રેલર સલમાન ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. મોસ્ટ અવેઈટેડ ફિલ્મ નોટબુક ૨૯ માર્ચ ૨૦૧૯થી સિનેમાઘરોમાં દર્શકોને મનોરંજન કરાવશે

Share This Article