દીપવીર ફરીવાર એક સાથે ચમકશે : રિપોર્ટમાં ધડાકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  તાજેતરમાં જ લગ્ન કરી ચુકેલી દિપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી ફરી એકવાર સાથે ફિલ્મમાં નજરે પડી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ નિર્દેશક કબીર ખાન ફિલ્મ ૮૩માં એક સાથે નજરે પડી શકે છે. આ  ફિલ્મ વર્ષ ૧૯૮૩ની ભારતીય ક્રિકેટ ટીમ પર આધારિત રહેશે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા અદા કરનાર છે. જ્યારે તેમની પત્નિ કપિલ દેવની  પત્નિ ના રોલમાં નજરે પડનાર છે. જો તમામ બાબતો નિર્ધાિરત કાર્યક્રમ મુજબ આગળ વધશે તો લગ્ન બાદ પ્રથમ વખત રણવીર સિંહ અને દિપિકાની જોડી નજરે પડનાર છે. આ જોડી ફિલ્મ માટે પરફેક્ટ જોડી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

થોડાક સમય પહેલા જ રણવીર સિંહે દિપિકા સાથે ફરી એકવાર ફિલ્મમાં સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદથી આ જોડીને લઇને અટકળો ચાલી રહી હતી. હવે કબીર ખાન સાથે લઇને ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રણવીર સિંહ અને દિપિકાની જોડી બોલિવુડની સૌથી સફળ જોડી તરીકે રહી છે. તેમની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ છે.

જેમાં ગોલિયો કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મનો સમાવેશ થાય છે. આ ત્રણેય ફિલ્મોમાં કામ કરતી વેળા દિપિકા અને રણવીર સિંહ એકબીજાની નજીક આવ્યા હતા હવે લગ્ન પણ કરી ચુક્યા છે. થોડા કેટલાક સમય સુધી તેમની વચ્ચે પ્રેમ સંબંધ રહ્યા હતા. જા કે  તેમના વચ્ચેના સંબંધોની ચર્ચા રહ્યા બાદ આખરે બંનેએ ઇટાલીમાં લગ્ન કરી લીધા હતા. બંનેની જોડીને લઇને હવે ઉત્સુકતા છે.

Share This Article