દિપિકા ફરી વખત રણબીર કપુર સાથે ચમકશે : રિપોર્ટ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : જ્યારે પણ રણબીર કપુર અને દિપિકા કોઇ ફિલ્મમાં એક સાથે નજરે પડે છે ત્યારે જાદુ જોવા મળે છે. ફિલ્મ સુપર હિટ સાબિત થઇ જાય છે. વિતેલા વર્ષોમાં બંને સાથે કેટલીક ફિલ્મોમાં દેખાઇ ચુક્યા છે. જેમાં બચના હે હસીનો, યે જવાની હે દિવાની અને તમાસા ફિલ્મનો સમાવેશ થાય છે. હવે એવુ લાગી રહ્યુ છે કે બંનેની જોડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે. આ ફિલ્મ લવ રંજનની ફિલ્મ રહેનાર છે. એવા અહેવાલ આવ્યા છે કે આ ફિલ્મ લવ રંજન તૈયાર કરનાર છે.

ફિલ્મમાં રણબીર કપુરની સાથે અજય દેવગન પણ જોવા મળનાર છે. આ હેવાલ યોગ્ય દેખાઇ રહ્યા છે. કારણ કે ગઇકાલે રાત્રે રણબીર કપુરની સાથે દિપિકા નજરે પડી હતી. તેમની સાથે લવ રંજન પણ હતા. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો અજય દેવગન ફિલ્મમાં રણબીર કપુરના પિતાના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મ પર આ વર્ષના અંત સુધી કામ શરૂ કરવામા આવી શકે છે. દિપિકા પાસે કેટલીક ફિલ્મો હાથમાં રહેલી છે. જેમાં ૮૩ના શુટિંગમાં તે હાલમાં વ્યસ્ત છે. જેમાં તે રણવીર સિંહ મુખ્ય સ્ટાર તરીકે છે.

પોતાના રિયલ લાઇફમાં પતિ રણવીર સિંહની પત્નિના રોલમાં જ તે નજરે પડનાર છે. આ ફિલ્મ વર્ષ ૧૯૮૩માં ભારતીય ટીમ જ્યારે વર્લ્ડ કપ જીતી હતી તેના પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં નજરે પડનાર છે. દિપિકા અન્ય એક ફિલ્મ મેઘના ગુલઝારની પણ કરી રહી છે. જેમાં તે એક એસિડ અટેકનો શિકાર થયેલી યુવતિના રોલમાં નજેર પડનાર છે. રણબીર હાલમાં તેના નવા પ્રોજેક્ટ બ્રહ્યાસ્ત્રમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન જોવા મળનાર છે. ફિલ્મને લઇને તમામ તૈયારી પુર્ણ કરી લેવામાં આવી છે. ફિલ્મની પટકથાને લઇને સામાન્ય લોકોમાં ઉત્સુકતા છે.

Share This Article