એશિયાની સેક્સી મહિલાની યાદીમાં દિપીકા પ્રથમ ક્રમાંકે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ : બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી દિપીકા પાદુકોણ એશિયાની સૌથી સેક્સીમહિલા તરીકે ઉભરી આવી છે. દિપીકાએ પોતાની સ્પર્ધામાં રહેલી અને તમામ અભિનેત્રીઓનેપાછળ છોડી દીધી છે. આ યાદીમાં દિપીકા હવે ટોપ ઉપર રહી છે. ઇન્ડસ્ટ્રીમાંલોકપ્રિયતા મેળવ્યા બાદ દિપીકાએ ફરી એકવાર સાબિતી આપી છે કે તે ટોપ સ્ટાર તરીકે કેમ રહી છે. દિપીકા ખુબસુરત હોવાની સાથે સાથે કુશલ અભિનેત્રી પૈકીની છે. તેના ખાતામાં અનેક ટોચની ફિલ્મો છે.

એક વખતે ફરીથી તમામનું મન જીતી લેવામાં સફળ રહી છે.આ વર્ષે એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં તે ટોપ ઉપર રહી છે. ગયા વર્ષે પણ એકમેગેઝિન તરફથી કરવામાં આવેલા સર્વેમાં દિપીકા ૧૦૦ સૌથી સેક્સી મહિલાઓની યાદીમાંટોપ ઉપર રહી હતી. ફોર્બ્સ ઇન્ડિયા ૨૦૧૮ની યાદીમાં દિપીકા ટોપપાંચમાં સ્થાન મેળવી ગઈ હતી. ફિલ્મોની વાત કરવામાં આવે તો દિપીકા હાલમાં મેઘના ગુલઝારની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ એસિડ એટેકમાં બચી ગયેલી લક્ષ્મીઅગ્રવાલની લાઇફ ઉપર આધારિત છે.

રસપ્રદ બાબત એ છે કે, આ પ્રોજેક્ટની સાથે તે ફિલ્મ નિર્માત્રી પણ બની રહી છે. દિપીકાએહાલમાં જ રણવીરસિંહ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં ફિલ્મ જગતથી થોડાક સમય માટે દૂરછે પરંતુ ટૂંકમાં જ તે ફરી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરશે અને મેઘના ગુલઝારની ફિલ્મમાટે શૂટિંગ શરૂ કરશે. આ યાદીમાં પ્રિયંકા ચોપડા બીજા સ્થાને રહી છે. પ્રિયંકાચોપડાએ પણ હાલમાં અમેરિકી ગાયક નિક જાનાસ સાથે લગ્ન કરી લીધા છે. તે બોલીવુડની ફિલ્મો કરતા હવે હોલીવુડની ફિલ્મોમાં વધારે સક્રિય થઇ છે અને બોલીવુડની ફિલ્મોથી દૂર છે.

Share This Article