દીપા કર્માકરે જીત્યો વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ મેડલઃ પીએમ મોદીએ આપ્યા અભિનંદન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સ્ટાર જિમ્નાસ્ટિક દીપા કર્માકરે રવિવારે તુર્કીમાં વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ મેડલ પોતાના નામ  કર્યો છે. આશરે બે વર્ષ પછી પરત ફરનારી દીપાએ જિન્મેસ્ટિક વોલ્ટ સ્પર્ધામાં ૧૪.૧૫૦ અંક મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. સુવર્ણ પદક જીતવાની સાથે વિશ્વ સ્તર પર સુવર્ણ પદ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો છે.

રિયો ઓલંપિકમાં ઇન્જર્ડ થયા બાદ દીપાની સર્જરી થઇ હતી. ફિટનેસ મેળવવામાં સમય લાગતા તે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે આયોજીત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ શકી ન હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એફઆઈજી વિશ્વ ચેલેન્જ કપની વૉલ્ટ ઈવેન્ટમાં સુવર્ણ પદક જીતવા બદલ દિપા કરમાકરને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારતને દિપા કરમાકર પર ગર્વ છે. તુર્કીના મર્સિનમાં એફઆઈજી વિશ્વ ચેલન્જ કપની વૉલ્ટ ઈવેન્ટમાં જેના માટે એ સુપાત્ર છે એવા સુવર્ણ પદક જીતવા બદલ અભિનંદન. આ જીત તેમની  દ્રઢતા અને ક્યારેય હાર ન માનવાના વલણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”

છબી સૌજન્યઃ ટ્વીટર
Share This Article