રાહુલને પીએમના ઉમેદવાર ઘોષિત કરી દેવાતા મતભેદો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ચેન્નાઇ : વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જાહેર કરવામાં આવતા આને લઇને વિરોધ પક્ષોમાં વિખવાદની સ્થિતી શરૂ થઇ ગઇ છે. રાહુલને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાના ડીએમકેના અધ્યક્ષ સ્ટાલીનની નાટ્યાત્મક જાહેરાતની સાથે જ વિરોધ પક્ષોમાં નવી ચર્ચા છેડાઇ ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના નેતા મમતા બેનર્જીએ કહ્યુ છે કે આ પ્રસ્તાવ અયોગ્ય સમય પર આવ્યો છે. બીજી બાજુ આને લઇને બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ મૌન જાળવીને કોંગ્રેસની મુશ્કેલી વધારી દીધી છે. નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ છે કે અમારી પાર્ટી માને છે કે આ પ્રકારની જાહેરાતથી ખોટા સંદેશ જશે.

પીએમ પદના ઉમેદવાર પર નિર્ણય લોકસભા ચૂંટણી બાદ કરવામાં આવે તે જરૂરી છે. સમય પહેલા આ જાહેરાત કરવાથી વિરોધ પક્ષોમાં ભંગાણની સ્થિતી સર્જાઇ જશે. ડીએમકેના નિર્ણય સામે અન્ય વિરોધ પક્ષો દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સ્ટાલીન જ્યારે રાહુલ ગાંધીના નામની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુ આને જાઇ રહ્યા હતા. આગામી દિવસોમાં સ્ટાલીનની જાહેરાતના કારણે મોટી સમસ્યા સર્જાઇ શકે છે. મહાગઠબંધનના પ્રયાસને ફટકો પડી શકે છે. હજુ પણ રાહુલને નેતા તરીકે સ્વીકાર કરવા દિગ્ગજા તૈયાર નથી.

Share This Article