ડીઝલની કિંમતમાં વધુ વધારો થયો : પેટ્રોલના ભાવ યથાવત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  ફ્યઅલની કિંમતમાં ભાવ વધારો જારી રહ્યો છે. આજે પણ વધુ વધારો કરવામાં આવ્યો હતો. જા કે આજે માત્ર ડીઝલની કિંમતમા આઠથી નવ પૈસાનો વધારો ઝીંકાયો હતો. પેટ્રોલની કિંમત યથાવત રાખવામાં આવી હતી. દેશમાં છેલ્લા થોડાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ અવિરત વધી રહ્યા છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સરકારની દલીલ છે કે, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.

અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારાનો દોર હાલ નહીં અટકે તેમ માનવામાં આવે છે. થોડાક સમય પહેલા જ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. જા કે, હવે આ ઘટાડાને  લઇને Âસ્થતિ સંપૂર્ણપણે ફાયદાકારક સાબિત થઇ રહી નથી. કારણ કે, ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદથી અનેક વખત ભાવમાં  વધારો થઇ રહ્યો છે.

જેના લીધે સામાન્ય લોકોના બજેટ બગડી રહ્યા છે.  ગઇકાલે રવિવારના દિવસે પણ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના  તમામ શહેરોમાં કિંમતોમાં વધારો થયો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બિલકુલ નજીક પહોંચી છે ત્યારે ભાવ વધારાના કારણે મોદી સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સાથે સાથે ચૂંટણીમાં ફટકો પણ પડી શકે છે. ઓપિનિયન પોલના તારણો પણ આવી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે.

જેના પરિણામસ્વરુપે ભાવ વધારા મુદ્દે સરકારની મુશ્કેલી વધી શકે છે. દેશમાં જુદી જુદી ચીજાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. મોંઘવારીના કારણે લોકો ચોક્કસપણે પરેશાન દેખાઇ રહ્યા છે. આવી Âસ્થતીમાં મોદી સરકાર પાંચ વર્ષ પણ સત્તામાં પૂર્ણ કરી રહી છે. જેથી તેમની સામે શાસન વિરોધી લહેર ઉભી ન થાય તે બાબતની કાળજી મોદી સરકારને ચોક્કસપણે કરવી પડશે. જુદા જુદા સમુદાયના લોકો પણ હાલમાં નારાજ દેખાઇ રહ્યા છે.

Share This Article