બોલિવુડમાં એન્ટ્રી કરવાની યોજના ન જ હતી : જેક્લીન

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

બોલિવુડની ફિલ્મોમાં હાલમાં જોરદાર લોકપ્રિયતા મેળવી રહેલી સ્ટાર અભિનેત્રી જેક્લીને કહ્યુ છે કે તેની બોલિવુડની ફિલ્મોમાં પ્રવેશ કરવાની કોઇ યોજના ન હતી. તેનુ કહેવુ છે કે તે હમેંશા એક એન્ટરટેનર બનવા માટે ઇચ્છુક હતી. તે ફિલ્મમાં પ્રવેશ કરવાને લઇને કોઇ યોજના બનાવતી ન હતી. જેક્લીને હાલમાં પોતાના બ્લોગમાં આ મુજબની માહિતી આપીને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. તેનુ કહેવુ છે કે તે નાની હતી ત્યારથી જ એક એન્ટરટેનર બનવા માટેના સપના જોતી હતી. તે વાર્તા સંભળાવવા માટે ઇચ્છુક હતી. પોતાની આસપાસના લોકોને હસાવવા માટે ઇચ્છુક હતી.

ફિલ્મના સંબંધમાં ક્યારેય વિચારી રહી ન હતી. વાસ્તવિક ખુશી મનોરંજન કરનાર બનવાથી મળે છે. બોલિવુડમાં એન્ટી ઇત્તેફાકથી થઇ હોવાનો દાવો તે કરે છે. આમાં માત્ર એન્ટરટેનમેન્ટ જ નથી બલ્કે ડાન્સ, અભિનયના માધ્યમથી વ્યક્તિ ને રજૂ કરવાની બાબત પણ રહેલી છે. વાતચીતમાં હજારો લોકોની ભાવનાને રજૂ કરવા માટેની કુશળતા પણ છે.

જેક્લીનના પિતા શ્રીલંકાના અને માતા મલેશિયાની છે. તે બહેરીનમાં ઉછરી છે. માત્ર ૧૪ વર્ષની વયમાં જ જેક્લીને ફિટનેસ શોનુ નેતૃત્વ કર્યુ હતુ. જેક્લીને ઓસ્ટ્રેલિયામાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ફરી શ્રીલંકા પરત ફરીને રિપોર્ટિગમાં જોડાઇ હતી. વર્ષ ૨૦૦૬માં મિસ શ્રીલંકાનો તાજ જીત્યા બાદ વર્ષ ૨૦૦૯ મા ફિલ્મ અલાદીન સાથે બોલિવુડની દુનિયામાં પ્રવેશી ગઇ હતી. કેરિયરની શરૂઆતમાં તે નિષ્ફળ સાબિત થઇ હતી. તેને સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવી હતી.

જો કે સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં કામ કર્યા બાદ તેની કેરિયરમાં તેજી આવી ગઇ હતી. જે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ.

Share This Article