ચેન્નઇ : ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડેમલર ઈન્ડિયા કોમર્શિયલ વ્હીકલ્સ (ડીઆઇસીવી)એ શ્રીલંકામાં ઈન્ટરનેશનલ કન્વેન્શન ઓન ક્વોલિટી કન્ટ્રોલ સર્કલ્સ (આઇસીક્યુસીસી) 2024 ખાતે પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ જીતીને પોતાની સિદ્ધિઓની વધતી યાદીમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય માન્યતા ઉમેરી છે. ડીઆઇસીવીની બે ટીમોએ 14થી વધુ દેશોની 1,083 ટીમોની સાથે આ ઉચ્ચ સ્પર્ધક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વાર્ષિક સંમેલન આઇસીક્યુસીસી એ વૈશ્વિક મંચ તરીકે કાર્ય કરે છે, જેમાં અગ્રણી સંસ્થાઓ ગુણવત્તા નિયંત્રણમાં અભૂતપૂર્વ વિચારો અને શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદર્શિત કરે છે. આઇસીક્યુસીસીમાં ગોલ્ડ એવોર્ડ માટે ડીઆઇસીવીની સફર સમર્પણ, જુસ્સા અને કઠોર ટીમવર્કને પ્રદર્શિત કરે છે, જેનું હેવી ડ્યુટી ટ્રકનાં ઉત્પાદનમાં બે મહત્ત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા માટે રોકાણ કર્યું છે. ટીમે આ સમસ્યાઓનાં મૂળ કારણોની ઓળખ કરવા માટે માળખાકીય, ડેટા-સંચાલિત દૃષ્ટિકોણનો ઉપયોગ કર્યો છે, જેમાં ગહન વિશ્લેષણ, ક્રોસ-ફંક્શનલ સહકાર અને નવીન સમસ્યાના ઉકેલ સામેલ છે. અમલી કરવામાં આવેલા ઉકેલોએ માત્ર ગ્રાહકની સુરક્ષા અને સંચાલનની કાર્યક્ષમતા જ વધારી નથી, પરંતુ પ્રોડક્ટની ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે.
આ ઉત્કૃષ્ઠ ઉપલબ્ધિ પર ડેમલર ઈન્ડિયા કોમર્શિયલ વ્હીકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સત્યકામ આર્યાએ જણાવ્યું હતું કે “હું ક્વોલિટી સર્કલ પદ્ધત્તિ મારફતે સતત સુધારા માટે અમારી ટીમનો જુસ્સો અને વચનબદ્ધત્તાથી ખરેખર પ્રભાવિત છું. આઇસીક્યુસીસી ખાતે પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ જીતવો એ ડીઆઇસીવી માટે ગર્વની ક્ષણ છે અને નવીનતા, ગુણવત્તા અને સંચાલકીય શ્રેષ્ઠતા પર અમારા ફોકસનું પ્રમાણ છે. વર્ષો અગાઉ, શોપ ફ્લોરની મુલાકાત દરમિયાન મેં ટીમને એ સાબિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કે આપણે માત્ર ભારતમાં જ શ્રેષ્ઠ નથી, પરંતુ વૈશ્વિક સ્તર પર પણ શ્રેષ્ઠ છીએ. તેમણે આ પડકારને સ્વીકાર્યો હતો અને આ પુરસ્કાર વાણિજ્ય વાહન ઉદ્યોગ માટે નવા માપદંડો સ્થાપિત કરવામાં તેમના સમર્પણ અને સરળતાને દર્શાવે છે.”
ડીઆઇસીવી પોતાના ‘ડેમલર ઈન્ડિયા સ્કૂલ ઓફ ક્વોલિટી’ મારફતે ઉચ્ચ ગુણવત્તાના ધોરણો માટેની પોતાની વચનબદ્ધત્તાને પ્રદર્શિત કરે છે, જે સમપૂર્ણ કાર્યદળને અદ્યતન ગુણવત્તાનાં કૌશલ્યો અને વૃદ્ધિલક્ષી માનસિકતાથી સજ્જ બનાવે છે. કાર્યક્રમ ત્રણ સ્તરમાં રચાયેલો છેઃ પાયાનું સ્તર ‘પાયારૂપ ગુણવત્તાનાં સાધનો અને પદ્ધત્તિઓ’ આવરે છે, બીજું સ્તર ‘છ સિગ્મા અભિગમની સાથે અદ્યતન ગુણવત્તાનાં સાધનો’ શીખવે છે અને યુનિવર્સિટીનું સ્તર અનુસ્નાતક અને સંશોધન કાર્યક્રમો પર ફોકસ કરે છે. કર્મચારીઓને તેમની લાયકાતો અને અનુભવોને આધારે કાર્યક્રમના વિભિન્ન તબક્કાઓ પર વિભિન્ન પાઠ્યક્રમો સોંપવામાં આવે છે.