હિન્દી ભાષાની તકલીફના લીધે ડાયના સામે મુશ્કેલી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાને લઇને ડાયના પેન્ટી બિલકુલ પરેશાન નથી. ડાયના બોલિવુડમાં છ વર્ષથી વધારે સમયથી છે. અને તે ઓછી ફિલ્મોમાં કામ કરી રહી હોવા છતાં બિલકુલ પરેશાન નથી.  ફિલ્મો પર તે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો છે. મોડેલમાંથી અભિનેત્રી બનેલી ડાયના પેન્ટીએ કહ્યુ છે કે તે બીજી અભિનેત્રીઓ શુ કરી રહી છે તેને લઇને વધારે હેરાન રહેતી નથી. સાથે સાથે અન્ય અભિનેત્રીઓ દ્વારા જો સારી કામગીરી અદા કરવામાં આવે છે તો તેની તે પ્રશંસા પણ કરે છે. વર્ષ ૨૦૧૨માં રજૂ થયેલી ફિલ્મ કોકટેલ મારફતે  ડાયના બોલિવુડમાં આવી હતી.

ત્યારબાદ તે સતત સક્રિય દેખાઇ રહી છે. જો કે તેને અપેક્ષા કરતા વધારે સફળતા મળી નથી. તેની છેલ્લી ફિલ્મ લખનૌ સેન્ટ્રલ હતી. જે બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ૩૧ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે ફિલ્મની સફળતા તમામ પટકથા અને ગીતો પર આધારિત રહે છે. લખનૌ સેન્ટ્રલમાં તેની સાથે ફરહાન અખ્તર નજરે પડ્યો હતો. ફિલ્મની પટકથા ખુબ શાનદાર હતી જો કે ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી.

તે નિર્માતા નિર્દેશક બનવા માટે કોઇ વિચારણા કરતી નથી.  હિન્દી ભાષાને લઇને પણ તેની સામે કેટલીક તકલીફ આવી રહી છે. જે તેના માટે પડકારરૂપ છે. હેપ્પી ભાગ જાગેગી ફિલ્મના તમામ ભાગમાં તે મુખ્ય હેપ્પી તરીકે રહી છે.  એક્ટિંગ કુશળતાની હમેંશા નોંધ લેવામા આવી છે. મોડલિંગ અને ફેશન પર પણ તે સતત ધ્યાન આપી રહી છે.

Share This Article