ડાયના પેન્ટીની પાસે ખુબ ઓછી ફિલ્મો છે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરતી હોવા છતાં ડાયના પેન્ટી પાસે કોઇ વધારે ફિલ્મ આવી રહી નથી. તે સારી ફિલ્મો મેળવી લેવા માટે આશાવાદી છે. ડાયના પેન્ટી અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પણ ઇચ્છુક છે. ડાયના હાલમાં ખુબ ઓછી હિન્દી ફિલ્મ કરી રહી છે. જો કે તે સતત સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. ડાયના પેન્ટીની છેલ્લી ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી હતી. જે ૩૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. ફિલ્મ ૨૬ કરોડની કમાણી કરી શકી હતી. સોનાક્ષી સિંહાની પણ આ ફિલ્મમાં ટુંકી ભૂમિકા હતી. પરમાણુ અને હેપ્પી ભાગ જાયેગી નામની ફિલ્મનો સમાવેશ થાય છે. પરમાણુ માં જહોન અબ્રાહમની ભૂમિકા મુખ્ય હતી. જેમાં ડાયનાની ભૂમિકા હતી. વર્ષ ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણ ખાતે કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત આ ફિલ્મ હતી. જે માહિતીસભર ફિલ્મ હોવાની સાથે સાથે સંદેશ પણ લઇને આવી હતી. જહોન અબ્રાહમ હાલમાં બિલકુલ ઓછી ફિલ્મમાં નજરે પડી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે જ્યારે પરમાણુ પરીક્ષણ ભારતે ૧૯૯૮માં કર્યા હતા ત્યારે દુનિયાના દેશો હચમચી ઉઠ્‌યા હતા. વાજપેયી સરકારને એ વખતે ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકા સહિતના કેટલાક દેશોએ પ્રતિબંધ પણ મુક્યા હતા. ડાયના પેન્ટી કેટલીક ફિલ્મની ઓફરને ફગાવી ચુકી છે. તેની પાસે નાની ભૂમિકાવાળી ફિલ્મની ઓફર આવી રહી છે. જો કે તે સારી અને પડકારરૂપ ફિલ્મમાં કામ કરવા માટે આશાવાદી છે. તે ફિલ્મ કોકટેલ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી.

Share This Article