ડાયાબિટીસના દર્દીઓને ફળ ખાવા જોઇએ કે કેમ તે પ્રશ્ન હાલના સમયમાં તમામ લોકો કરતા રહે છે. આને લઇને વિરોધાભાસી જવાબો પણ મળતા રહે છે. ડાયાબિટીસથી ગ્રસ્ત કેટલાક લોકોને એવુ લાગે છે કે ખાંડનુ પ્રમાણ હોતુ નથી જેથી વધુને વધુ પ્રમાણમાં ફળ ખાઇ શકાય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જેમને લાગે છે કે ફળ ગળ્યા હોય છે જેથી તેમાં ખાંડનુ પ્રમાણ તો ચોક્કસપણે હોય છે. જેથી તેમનાથી દુર રહેવાની જરૂર છે. આવા ફળ ખાવાથી બ્લડમાં સુગરનુ સ્તર વધવાનો ખતરો રહે છે. આવી સ્થિતીમાં શુ કરવામાં આવે તેવા પ્રશ્ન તમામને સતાવતા રહે છે., માનવ શરીરમાં જે સુગરને ઉર્જા પેદા કરવા માટે સૌથી વધારે ઉપયોગ કરે છે તે ગ્લોકોઝ છે. બટાકા,ચોખા, દુધ ,રોટલી, તમામ ચીજા પચીને લોહીમાં ગ્લોકોઝ પ્રદાન કરે છે. ભોજનમાં લેવામાં આવેલા ખાદ્ય પદાર્થો પેટમાં પચે છે. જેથી ભોજન બાદ હમેંશા લોહીમાં ગ્લોકોઝનુ પ્રમાણ વધેલુ રહે છે.
સામાન્ય લોકોમાં આ સ્તર ઓછુ વધે છે. જ્યારે ડાયાબિટીસના દર્દીઓમાં આ સ્તર વધારે પ્રમાણમાં વધે છે. આ બાબતને આધાર તરીકે ગણીને ભોજનના બે કલાક સુધી લોહીમાં સુગરના પ્રમાણની તપાસ કરવામાં આવે છે. અમે લોકો જે દરરોજ ભોજન કરીએ છીએ તેમાં કેટલાક પ્રમાણમાં સુગરનુ પ્રમાણ હોય છે. દુધમાં લેક્ટોજ હોય છે. ફ્ળોમાં ફ્રટોજ અને રોટલીમાં માલ્ટોજ હોય છે. આ વાસ્તવિકતા છે કે જા અમે ફળ ખાઇએ છીએ તો લોહીમાં તરત ગ્લુકોઝન પ્રમાણ એટલુ વધતુ નથી જેટલુ મિઠાઇ ખાવના કારણે વધે છે. અલબત્ત શરીરની અંદર ખાવામાં આવેલા ફ્રકટોજ એટલે કે ફળોના કારણે મળનાર સુગરને ગ્લુકોઝમાં બદલી નાંખવા માટેની પ્રણાલી પણ છે. જેથી ફળનો વધારે પડતો ઉપયોગ પણ ડાયાબિટીસથી ગ્રસ્ત રહેલા લોકોએ કરવો જાઇએ નહી. ફ્રકટોજનના કેટલાક અન્ય નુકસાન પણ રહેલા છે. તે શરીરમાં ટ્રાઇÂગ્લસરાઇડ નામના સ્તરને વધારીને સ્થુળતા વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. ફળમાં ફ્રકટોજ ઉપરાંત બીજા પૌષક તત્વો પણ હોય છે. ઇન્સુલિનનુ કામ માનવ કોશિકામાં ગ્લુકોઝને પ્રવેશ અપાવવા માટેનો રહેલો છે. જેથી તેનો ઉર્જા બનાવવામાં ઉપયોગ થઇ શકે છે. જા ફ્રકટોજનુ પ્રમાણ વધારે લેવામાં આવે છે તો તે ઇન્સુલિનના કારણે કોશિકામાં પ્રવેશ મેળવનાર ગ્લુકોઝને રોકે છે. આના કારણે લોહીમાં ગ્લુકોઝનુ પ્રમાણ વધી જશે. ડાયાબિટીસના દર્દીઓ ગળ્યા ફળ ઓછા પ્રમાણમાં ખાવે તેમ નિષ્ણાત તબીબો સલાહ આપે છે. વૈશ્વિક ડાયાબિટીશના આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. આ આંકડા ભારત માટે પણ સારા દેખાઈ રહ્યા નથી.
નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૬૧ મિલિયન ડાયાબિટીશના દર્દીઓ છે. તેમાં ગયા વર્ષની સરખામણીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. વર્ષ ૨૦૩૦ સુધી ભારતમાં ડાયાબિટીશનો બોઝ ૧૦૦ મિલિયનના આંકડાને પાર કરી જાય તેવી શક્યતા છે. અગાઉ ૮૭ મિલિયનનો આંકડો મૂકવામાં આવ્યો હતો. ભારતમાં મોતનો આંકડો પણ વધારે છે. આ વર્ષે ડાયાબિટીશના કારણે ૯૮૩૦૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીશ ફેડરેસન (આઈડીએફ) દ્વારા આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. ૯.૨ ટકા છે. ભારત ચીન બાદ એવું બીજું દેશ છે જેમાં આંકડો ખૂબ વધારે છે. ભારતમાં આવનાર દેશોમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ભારતમાં ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પણ ૧૧૨૦૦૦ની આસપાસ છે. આંકડા ચિંતાજનક છે કારણ કે ડાયાબિટીસની સમસ્યા હવે નિયમિત સારવારથી થઈ શકે છે. આઈડીએફના જણાવ્યા મુજબ આ વર્ષે ડાયાબિટીશથી ગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૩૬૬ મિલિયનની આસપાસ રહી છે જેમાં ૪.૬ મિલિયનના મોત થયા છે.
આરોગ્ય સંભાળ દ્વારા ડાયાબિટીસ ઉપર ખર્ચ ૪૬૫ અબજ ડાલર સુધી પહોંચી ગયો છે. નવા આંકડા સંકેત કરે છે કે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોની સંખ્યા આ વર્ષે ૩૬૬ મિલિયનથી વધીને વર્ષ ૨૦૩૦ સુધી ૫૫૨ મિલિયન સુધી પહોંચી જશે. જા પૂરતા પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બનશે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે દર ૧૦ સેકન્ડમાં ત્રણ નવા કેસ નોંધાઈ રહ્યા છે અથવા તો દર વર્ષે ૧૦ મિલિયનનો ઉમેરો થઈ રહ્યો છે. આ વર્ષે દક્ષિણ એશિયામાં ડાયાબિટીશના દર્દીઓની સંખ્યા ૭૧.૪ મિલિયનમાંથી આ સંખ્યા ૨૦૩૦ સુધી વધીને ૧૨૦.૯ મિલિયન સુધી પહોંચે તેવી શક્યતા છે. આઈડીએફએ એવો અંદાજ મૂક્યો છે કે ૩૬.૨ મિલિયનની હજુ ચકાસણી કરવામાં આવી નથી. દરેક પાંચ ડાયાબિટીસના રોગી પૈકી ચાર ૪૦થી ૫૯ સુધીની વયના છે. આશરે ૭૮૦૦૦ બાળકોને દર વર્ષે ટાઈપ-૧ ડાયાબિટીસ રોગની અસર થઈ રહી છે. ૨૦૩૦ સુધી દરેક દસ પુખ્તવયના લોકો પૈકી એકને ડાયાબિટીસની અસર રહેશે. દર્દી કેટલીક ચોક્કસ સાવધાની રાખે તે જરૂરી છે.