ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન સારું દ્વારા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુત્તિઓના સહયોગથી ત્રીદિવસીય તા. 31 ઓકોટબાર 2025 થી 2જી નવેમ્બર 2025 ના આંબેડકર હોલ, સેક્ટર -12, ગાંધીનગર ખાતે ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.
ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનો શુભારંભ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ડો. સંધ્યા પુરેચા, મુખ્ય અતિથિ, અતિથિવિશેષ ગોપીનાથજી જ્યોતિષપીઠના આચાર્ય ગોસ્વામી શ્રી રણછોડલાલજી અને હેમાબેન ભટ્ટ, અધ્ય્ક્ષ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, ગાંધીનગર મહાનગરપાલિકા અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદગમના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમના સામાજિક કાર્યો અને શાસ્ત્રીય સંગીતના સંવર્ધન વિષે માહિતી આપી હતી.મુખ્ય અતિથિ ડો. સંધ્યા પુરેચાએ ઉદગમના શાસ્ત્રીય સંગીતના સંવર્ધનના કાર્યોના વખાણ કરીને યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.
ઉદગમના ટ્રસ્ટી ધુવભાઇ જોષીની સ્મૃતિમાં હેમંત ભટ્ટ, સિદ્ધાર્થ બેનર્જી, જશવંત શ્રીમાળી અને પ્રફુલ્લ પંચાલને ઉદગમ કલા સન્માનથી નવાજવામાં આવ્યા.
ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં તા.31 ઓકોટબર 2025ના શાસ્ત્રીય સંગીતના સાધક અને બનારસથી સિદ્ધ વીણા વાદક પંડિત સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધ વીણામાં વિવિધ રાગની પ્રસ્તુતિથી કરી અને ત્યારબાદ ગોસ્વામી રણછોડલાલજી મહોદયએ વૈષ્ણવ હવેલીમાં ગવાતાં વિવિધ પદ ગાયનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
01 નવેમ્બર 2025ના શિવાની કિનારીવાલાએ દેવઉઠી એકાદશીના ઉપલક્ષ્યમાં હવેલી સંગીતના અદભુત પદોની પ્રસ્તુતિથી સહુને ભક્તિમય કરી દીધા તથા સુરતના ગોસ્વામી જયવલ્લભલાલજી મહોદય સંતૂરની સાથે તબલા પાર રસિકપ્રીતમજી મહોદયએ અવર્ણીય પ્રસ્તુતિ કરી અને અંતે પંડિત જસરાજના શિષ્ય ઉદેપુરના સમર્થ જાન્વે શાસ્ત્રીય સંગીતમ વિવિધ ભજન અને અંતે માતા કાલિકાથી સ્તુતિથી અવર્ણીય અને અદભુત વાતાવરણ ઉભું કરી દીધું હતું,
02 નવેમ્બર 2025 યોગી મકવાણા પખાવજની સુંદર પ્રસ્તુતિ અને ત્યારબાદ પંડિત વિકાસ કસલકરના શિષ્ય વૈભવ દવેએ બાદ ખ્યાલથી શરૂઆત કરી અને પોતાના શાસ્ત્રીય ગાયનની અદભુત પ્રતીતિ કરી અને અંતે ડૉ. સુપ્રવા મિશ્રાની ઓમ આર્ટ્સ ડાન્સ એકેડેમી વિદ્યાર્થીઓ નયનરમ્ય ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. ત્રણ્ય દિવસ પારૂલબેન મેહતાએ સુંદર મંચ સંચાલન કર્યું.
ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના આયોજનમાં પં. શિશિર ભટ્ટ, દિપાંશ છાબરા, આશાબેન સરવૈયા, પરમજીત કૌર છાબરા, ચાણક્ય જોષી, અનિતા ચાવડા, વાગ્મી જોષી અને કિરાત જોષી, મનોજ જોષીએ સફળ બનાવ્યું હતું.
