ધોની ઇજાગ્રસ્ત: ત્રીજી વનડે મેચમાં ન રમવા માટે નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

માઉન્ટ : શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિકેટકિપર બેટ્‌સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ઇજા થવાના કારણે ત્રીજી વનડે મેચમાંથી બહાર નિકળી જવાની ફરજ પડી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સોમવારના દિવસે રમાયેલી મેચમાં ધોનીની જગ્યાએ દિનેશ કાર્તિકનો ઓપનિંગ બેટ્‌સમેન તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ધોનીના પગની નસોમાં ખેંચ આવવાના કારણે તે મેચમાં રમી રહ્યો નથી. ધોની ઇજાગ્રસ્ત થતા તેની જગ્યાએ ટીમમાં દિનેશ કાર્તિકનો વિકેટકિપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. એક બેટ્‌સમેન તરીકે ધોની કમી ટીમ ઇન્ડિયા હવે અનુભવ કરનાર છે. તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ધોનીની કેરિયરની વાત કરવામાં આવે તો તે ખુબ ઓટી વખત ઘાયલ થઇને ટીમની બહાર થયો છે.

આજે ત્રીજી વનડે મેચ પહેલાના કેરિયરની વાત કરવામાં આવે તો ધોની છ વર્ષ પહેલા ૨૦૧૩માં ટીમમાંથ બહાર થયો હતો. એ વખતે વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં ધોની રમી શક્યો ન હતો. એ વખતે પણ નસમાં ખેંચના કારણે તે ટીમથી બહાર થયો હતો. હવે ફરી તેને આવી જ સમસ્યા આવી ગઇ છે. તે પહેલા વર્ષ ૨૦૦૭માં ધોની આયરલેન્ડની સામે અને દક્ષિણ આફ્રિકાની સામે બે વનડે મેચો માટે બહાર થયો હતો. તે વખતે તેને વાયરલ તાવની અસર થઇ ગઇ હતી. આ વખતે તે જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી વનડે શ્રેણીમાં મેન ઓફ ધ સિરિઝ બન્યા બાદ ન્યુઝીલેન્ડની સામે પણ તે જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. બીજી વનડે મેચમાં તે ૪૮ રન કરીને અણનમ રહ્યો હતો. ધોનીએ ૩૩ બોલમાં એક છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી આ રન કર્યા હતા. તે જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

Share This Article