ભારતીય ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ખેલાડી અને વિકેટÂક્પર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો દેખાવ આઇપએલમાં જોરદાર રહ્યો છે. ધોનીએ પોતાની બેટિંગ અને વિકેટકિપિંગ તેમજ કેપ્ટનશીપથી તમામ ચાહકોને પ્રભાવિત કર્યા છે. તેની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. ધોનીએ દરેક મેચમાં ૧૦૦ ટકા કરતા વધારે સારો દેખાવ કર્યો હતો. ધોનીએ ફરી એકવાર જોરદાર દેખાવ મારફતે સાબિતી આપી છે કે વય તેના માટે માત્ર એક નંબર તરીકે છે. તેના દેખાવમાં વયની કોઇ અસર દેખાતી નથી. તેની વિકેટ કિંપિંગની પણ ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. સમગ્ર આઇપીએલ દરમિયાન તેની ચર્ચા રહી હતી.
વર્ષ ૨૦૧૮માં તેના નેતૃત્વમાં ટીમ વિજેતા બની હતી. જ્યારે આ વખતે પણ ધોનીની ટીમ પ્રથમ બે સ્થાન સાથે ફાઇનલમાં પહોંચી ગઇ હતી. ફાઇનલમાં તેની ટીમ હારી ગઇ હતી. ધોનીના નેતૃત્વમાં આ ટીમ ત્રણ વખત વિજેતા બની છે. ચેન્નાઇ સુપર કિગ્સ તરફથી ધોની હમેંશા જારદાર દેખાવ કરતો રહ્યો છે.
આ આઇપીએલમાં ધોનીએ ૧૩૪ ના સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા હતા. ધોનીએ ૧૫ મેચોમાં ૮૩ રનની સરેરાશ સાથે ૪૧૬ રન કર્યા હતા. ધોનીએ મેચો દરમિયાન ત્રણ અડદી સદી પણ ફટકારી હતી. ધોનીની જેમ દિનેશ કાર્તિકે પણ ૧૪ મેચમાં ૨૫૩ રન કર્યા હતા. ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી ફરી એકવાર ટોપ સ્કોરર તરીકે રહ્યો છે. તેની ટીમમાં શેન વોટ્સન અને અન્ય કેટલાક વિદેશી ખેલાડીઓ હોવા છતાં ધોનીની સામે તેમની લોકપ્રિયતા પણ ઓછી દેખાઇ હતી.