• ભારતમાં 68% SME અને ચીનમાં 61% માને છે કે ડિલિવરી માટે પર્યાવરણ અનુકૂળ વિકલ્પો પ્રદાન કરવાથી તેમની વ્યાવસાયિક સફળતામાં વધારો થશે
• નાણાકીય સેવાઓ અને ફેશન ક્ષેત્ર પર્યાવરણ અનુકૂળ પ્રથાઓ માટે ઓપરેટિંગ બજેટ ફાળવવા માટે સૌથી વધુ ઇચ્છુક છે
• SMEs માટે ઇન્ટરનલ અને કૅસ્ટમર બાય-ઇન અપનાવવું એ એક મોટો પડકાર છે
• વધુ માહિતી ફ્રી ઇબુક, “સસ્ટેનેબિલિટી મેટર: DHL એક્સપ્રેસ’ ગ્લોબલ સર્વે ઓન સ્મોલ બિઝનેસીસ” માં આપવામાં આવી છે, જેમાં નાની અને મધ્યમ કદની કંપનીઓ (SME) તરફથી માહિતી પ્રદાન કરવામાં આવી છે.
મુંબઈ: DHL એક્સપ્રેસના નવા આંતરરાષ્ટ્રીય સર્વે અનુસાર, નાના અને મધ્યમ કદના ઉદ્યમો (SMEs) માટે પર્યાવરણ અનુકૂળતા એ એક વ્યૂહાત્મક આવશ્યકતા બની ગઈ છે, જે તેમના લાંબા ગાળાના મૂલ્ય અને વિશ્વસનીયતાને ગંભીર રીતે પ્રભાવિત કરે છે. સમગ્ર સપ્લાય ચૈનની કામગીરીમાં પર્યાવરણ અનુકૂળતા વધતી જતી પ્રાથમિકતાને વધુ સારી રીતે સમજવા માટે, DHL એક્સપ્રેસે 11 વૈશ્વિક બજારોમાં, એટલે કે યુકે, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન, સિંગાપોર, જાપાન, મેક્સિકો, કેનેડા અને ભારતમાં 5,000 SME નિર્ણય નિર્માતાઓનું ગહન સર્વેક્ષણ હાથ ધર્યું.
સર્વેમાં જાણવા મળ્યું છે કે 95% ભારતીય SMEs માને છે કે તેમના વ્યવસાય માટે પર્યાવરણ અનુકૂળતા “ખૂબ જ મહત્વપૂર્ણ” અથવા “અત્યંત મહત્વપૂર્ણ” છે. આ વૈશ્વિક સરેરાશ 75% કરતા નોંધપાત્ર રીતે વધારે છે અને ભારતીય વ્યવસાયોમાં પર્યાવરણ અનુકૂળતા માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. ડીએચએલ એક્સપ્રેસ ખાતે ગ્લોબલ કોમર્શિયલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મિશિલ ગ્રીવેને કહ્યું કે “પર્યાવરણ અનુકૂળતા હવે ઘણા વ્યવસાયોનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પરંતુ તેના માટે વ્યૂહરચના વિકસાવી અને તેને અમલમાં મુકવી એ એક મોટો પડકાર છે, જેમાં સર્વેક્ષણમાં જવાબ આપનાર ઘણાઓને મુસાફરી ક્યાંથી શરૂ કરવી તે ખબર ન હતી. ઓછા પ્રદુષણવાળા શિપિંગ સોલ્યુશન્સના સમર્પિત પોર્ટફોલિયો માટે પ્રખ્યાત DHL એક્સપ્રેસ જેવા વિશ્વસનીય લોજિસ્ટિક્સ અગ્રણી સાથે ભાગીદારી કરીને, SMEs પોતાની જાતને સક્ષમ, સ્પર્ધાત્મક રહેવા અને લાંબા ગાળાની વૃદ્ધિની ખાતરી કરવા માટે સક્ષમ બની શકે છે”.
DHL એક્સપ્રેસના દક્ષિણ એશિયાના SVP આર એસ સુબ્રમણ્યન કહે છે, “ઉદ્યોગો માટે પર્યાવરણ અનુકૂળતા હવે ‘હોઈ તો સારું’ એવું નથી, તે વૃદ્ધિને આગળ ધપાવવા, ગ્રાહકોને આકર્ષવા અને લાંબા ગાળાનું રોકાણ મેળવવા માટે આવશ્યકતા બની ગઈ છે. ભારતીય SMEs આ જરૂરિયાતને ઓળખી રહ્યા છે અને તેમની કામગીરીમાં પર્યાવરણ અનુકૂળ પ્રથાઓ સામેલ કરવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છીએ. DHL ખાતેના અમારા સર્વે મુજબ, અમે જોઈએ છીએ કે વૈશ્વિક સરેરાશ 23% ની સરખામણીમાં ભારતમાં 51% SME અને ચીનમાં 47% SMEs માને છે કે તેમના ગ્રાહકો પર્યાવરણ અનુકૂળ શિપિંગ માટે વધુ ચૂકવણી કરવા તૈયાર હશે. આ સંભવ છે કારણ કે ભારત અને ચીન પાવરહાઉસ એક્સપોર્ટ કરી રહ્યા છે અને અહીંના SMEs પશ્ચિમી ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પર્યાવરણ અનુકૂળ વ્યૂહરચના તરફ વળી રહ્યા છે.”
સંશોધનમાં ભાગ લેનાર વ્યવસાયો નવ ક્ષેત્રોમાં ફેલાયેલા છે: રિટેલ, ગ્રાહક માટે આવશ્યક ઉત્પાદનો, વ્યાવસાયિક સેવાઓ, એન્જિનિયરિંગ, ફેશન, ટેક્નોલોજી, રસાયણો, જીવન વિજ્ઞાન અને આરોગ્યસંભાળ અને નાણાકીય સેવા, જે SMEs ને વિકસતી પરિસ્થિતિઓનો સામનો કરવામાં અને નવી તકો મેળવવામાં મદદ કરવા માટે મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે. પરિણામી ઇબુક SMEs અને તેમની સપ્લાય ચેઇન કામગીરીમાં વધતી જતી પ્રાથમિકતા પર પર્યાવરણ અનુકૂળતાની અસર દર્શાવે છે.
ભારત માટેના સર્વેક્ષણના મુખ્ય તારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
• ભારત અને ચીનમાં SMEs માટે પર્યાવરણ અનુકૂળતા અત્યંત મહત્વપૂર્ણ છે: 72% ચીની SME અને 59% ભારતીય SMEs એ કહ્યું કે તેમના વ્યવસાય માટે પર્યાવરણ અનુકૂળતા “અત્યંત મહત્વપૂર્ણ” છે. આ વૈશ્વિક સરેરાશ 35% કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
• પર્યાવરણ અનુકૂળતા માટે મજબૂત ગ્રાહક સમર્થન: 51% ભારતીય SMEs માને છે કે તેમના ગ્રાહકો “અત્યંત” અથવા “ખૂબ” પર્યાવરણ અનુકૂળતા શિપિંગ માટે વધુ ચૂકવણી કરવા તૈયાર છે, જે વૈશ્વિક સરેરાશ 23% કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
• પર્યાવરણ અનુકૂળતા વ્યવસાયિક સફળતા તરફ દોરી રહી છે: 68% ભારતીય SMEs માને છે કે ડિલિવરી માટે પર્યાવરણ અનુકૂળ વિકલ્પો પ્રદાન કરવાથી વ્યવસાયિક સફળતામાં વધારો થશે.