મુંબઈ: DHL એક્સપ્રેસ રિટેલ ગ્રાહકો માટે ખાસ ઑફર્સ લાવીને અને તેમને ડિસ્કાઉન્ટ આપીને આ તહેવારોની રજાઓની ઉજવણી કરી રહી છે. 15મી જાન્યુઆરી, 2025 સુધી માન્ય આ ઓફરમાં ગ્રાહકો વિશિષ્ટ ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં 3 કિલો થી 25 કિલો સુધીની ગિફ્ટ શિપમેન્ટ મોકલી શકે છે. આ ઑફર્સ સમગ્ર દેશમાં DHL ના 250 થી વધુ રિટેલ સર્વિસ પોઈન્ટ્સના વ્યાપક નેટવર્ક પર અને તેની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. સ્ટોર જઈને આ ઑફરનો લાભ લેવાનું પસંદ કરતા ગ્રાહકોએ તેમના શિપમેન્ટનું બુકિંગ કરતી વખતે ‘FESTIVAL50’ પ્રોમો કોડનો ઉપયોગ કરીને લાભ લઇ શકે છે.
ગ્રાહકો પાસે DHL GoGreen Plus સર્વિસ દ્વારા ઇકો-ફ્રેન્ડલી શિપિંગ વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ છે. આ સર્વિસમાં બુક-એન્ડ-ક્લેમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યાં ગ્રાહકોને ખરીદી સમયે પર્યાવરણ અનુકૂળ એવિએશન ફ્યુલની ચોક્કસ માત્રા ‘બુક’ કરીને બાદમાં તેમના પર્યાવરણ અનુકૂળ લક્ષ્યો તરફ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં પરિણામી ઘટાડોનો ‘દાવો’ કરે છે. પર્યાવરણ અનુકૂળ એવિએશન ફ્યુલનો ઉપયોગ કરીને, DHLના ગ્રાહકો તેમના સ્કોપ 3 ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જનને ઘટાડી શકે છે. આ પહેલ DHL ના સમગ્ર વૈશ્વિક લોજિસ્ટિક્સ નેટવર્કમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવાના તેના વ્યાપક ઉદ્દેશ્યને સમર્થન આપે છે.
તહેવારોની રજાઓ એક એવો સમય છે જ્યાં પ્રિયજનો એક બીજાને ભેટ આપે છે અને પરિવાર અને મિત્રોથી ઘેરાયેલી યાદગાર ક્ષણોનો આનંદ માણે છે. જો કે, કામ અથવા મુસાફરીના કારણે અથવા અણધાર્યા સંજોગોના કારણે તહેવારો દરમિયાન પ્રિયજનોને મળવું મુશ્કેલ બની શકે છે. આ તહેવારોની ઉજવણીની ભાવનાના મહત્વને ઓળખીને, DHL એક્સપ્રેસનો ઉદ્દેશ્ય આ તહેવારોમાં શિપમેન્ટ પર ડિસ્કાઉન્ટ ઓફર કરીને પરિવારોને, તેમના પ્રિયજનોને, ભલે તેઓ ગમે તેટલા દૂર હોઈ, દિલથી ભેટો અને અદભુત સરપ્રાઈઝ મોકલવામાં મદદ કરીને તેમને નજીક લાવવાનો છે.
DHL એક્સપ્રેસ ઈન્ડિયાએ ખાતે વાઇસ પ્રેસિડેન્ટ – કોમર્શિયલ સંદીપ જુનેજાએ આ ઓફર પર ટિપ્પણી કરતા કહ્યું, “DHL ખાતે અમે વિશિષ્ટ શિપિંગ ડિસ્કાઉન્ટ સાથે આ તહેવારોને વધુ ખાસ બનાવવા માટે ઉત્સાહિત છીએ. અમે ભેટો અને દિલથી મોકલેલા સંદેશાઓ સમયસર પહોંચાડવાના મહત્વને સમજીએ છીએ અને તેથી અમે અમારા ગ્રાહકો તેમના નજીકના અને દૂરના પ્રિયજનો સાથે જોડાવવામાં મદદ કરીએ છીએ. વધુમાં, GoGreen જેવી પહેલ દ્વારા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા, આ તહેવારો દરમિયાન વિશ્વસનીય અને કાર્યક્ષમ સેવાના અમારા વચન સાથે સંરેખિત એવા પર્યાવરણને અનુકૂળ ઉકેલો પ્રદાન કરવા માટેના અમારા સમર્પણને પ્રતિબિંબિત કરે છે.”
DHLના 220 દેશો અને પ્રદેશોમાં ફેલાયેલા વ્યાપક વૈશ્વિક નેટવર્કનો ઉપયોગ કરીને, ગ્રાહકો સરળતાથી તહેવારો સમયે એક-બીજાને ભેટ મોકલી શકે છે. આ ઑફર સમગ્ર વિશ્વમાં સરળ અને ચિંતામુક્ત ડિલિવરી સુનિશ્ચિત કરવા સમયસર એસએમએસ અને ઇમેઇલ અપડેટ્સ સાથે શિપમેન્ટનું સંપૂર્ણ ટ્રેકિંગ પ્રદાન કરે છે.