DHL એક્સપ્રેસ ઇન્ડિયા આ તહેવારની સિઝનામાં વિશષ્ટ ઓફર દ્વારા ગ્રાહકોને રાખડીનો ઉત્સાહ આપે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિશ્વની અગ્રણી આંતરરાષ્ટ્રીય એક્સપ્રેસ સર્વિસ પ્રદાતા DHL એક્સપ્રેસ, આગામી રક્ષા બંધનના રોજ ફરી એક વખત સરહદ પાર સુધી તહેવારના ઉત્સાહનો ફેલાવો કરી રહી છે. આ ઓફરનો હેતુ સરહદ પાર રહેતા પરિવારોને રાખી અને ભેટ દ્વારા નજીક લાવવાનો છે.

રાખી ફેસ્ટીવ ઓફરના ભાગરૂપે, DHLના રિટેલ ગ્રાહકોને 13 ઓગસ્ટ 2022 સુધીના ગિફ્ટ શિપમેન્ટ્સમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ ભારતભરમાં DHLના 650થી વધુ રિટેલ સ્ટોરમાં 0.5કિગ્રા થી 2.5કિગ્રા તેમજ 5કિગ્રા, 10કિગ્રા, 15કિગ્રા અને 20કિગ્રા સુધી ઉપલબ્ધ છે. ગ્રાહકો આ ખાસ સોદાનો મીઠાઇઓ, બનાવેલી ભેટો, ઘર બનાવટની સ્વાદિષ્ટ ચીજો અને વધુ તેમના વિશ્વમાં ગમે ત્યાર રહેતા પ્રિય વ્યક્તિને મોકલી શકે છે.

“DHL એક્સપ્રેસમાં, તહેવારો આપણા જીવનમાં જે આનંદ લાવે છે તે અમે ઓળખીએ છીએ. તેથી, અમે રક્ષાબંધનના ઔપચારિક અવસર પર આ વિશેષ ઑફર્સ તૈયાર કરી છે. અમે આશા રાખીએ છીએ કે આ સાત સમુદ્ર પાર “રાખી અને ભેટ” ઝૂંબેશને મદદ કરશે અને બંધનને મજબૂત બનાવશે. આ DHLની ‘એક્સલન્સ, સિમ્પલી ડિલિવર્ડ’નું બીજું ઉદાહરણ છે” એમ  DHL એક્સપ્રેસ ઈન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ જુનેજાએ જણાવ્યું હતું.

DHL એક્સપ્રેસ ઈન્ડિયાએ આ સિઝન દરમિયાન ગિફ્ટિંગમાં થયેલા વધારાને પહોંચી વળવા ઓફર રજૂ કરી છે. તે વિદેશમાં વસતા ભારતીયોની નોંધપાત્ર સંખ્યાને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક રીતે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ગ્રાહકો 220 દેશો અને પ્રદેશોના DHLના વૈશ્વિક નેટવર્કનો લાભ લઈ શકે છે અને પરિવાર અને મિત્રોને તેમની શુભકામનાઓ મોકલી શકે છે. આ ઓફર એસએમએસ અને ઈ-મેલ દ્વારા પ્રોએક્ટિવ અપડેટ્સ દ્વારા સંપૂર્ણ શિપમેન્ટ વિઝીબિલીટીની ખાતરી સાથે આવે છે, જે સમગ્ર વિશ્વમાં મુશ્કેલી-મુક્ત ડિલિવરી સુનિશ્ચિત કરે છે.

આ ઑફર વિશે પૂછપરછ કરવા માટે, ગ્રાહકો DHL Express’ના ટોલ-ફ્રી નંબર પર કૉલ કરી શકે છેઃ 1800 11 1345.

Share This Article