બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બાગેશ્વર ધામના પુજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપાવામાં આવી છે. મધ્ય પ્રદેશ સરકારના ગૃહમંત્રાલયે તેના સંબંધમાં આદેશ જાહેર કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસથી ધીરેન્દ્ર શાસ્ત્રીને સતત ધમકી મળી રહી હતી અને તેમના નિવેદન પર વિવાદ ઊભા થઈ રહ્યા હતા. સરકારના આ ર્નિણય પાછળ આ કારણ માનવામાં આવી રહ્યું છે.પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જ્યારથી હિન્દુ રાષ્ટ્રની વાત કહી છે, ત્યારથી સતત તેમના પર વાક્‌ પ્રહારો થઈ રહ્યા છે. કેટલાય સંગઠનોએ તેમની હિન્દુ રાષ્ટ્ર નિર્માણના નિવેદન પર સવાલ ઊભા કર્યા છે અને કેટલાય રાજકીય દળ તરફથી સતત પં શાસ્ત્રી પર પ્રહારો થઈ રહ્યા છે. આ જ કારણ છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકો દ્વારા સતત કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી રહી હતી. આ માગના આધાર પર મધ્ય પ્રદેશ સરકારે આ આદેશ જાહેર કર્યા છે.

શું છે Y કેટેગરી?… જાણો.. રૂ કેટેગરી સુરક્ષા શ્રેણીમાં ૧થી ૨ કમાંડો અને ૮ પોલીસકર્મી સામેલ હોય છે. તેની સાથે જ બે પીએસઓ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. મોટા ભાગે વાય કેટેગરી સુરક્ષા આ એવા વ્યક્તિને આપવામાં આવે છે, જેને જીવનું જોખમ હોય છે, સતત ધમકીઓ મળતી હોય

Share This Article