ડીએચએફએલે તેના કમર્શિયલ પેપર્સના ઈકરાએ કરેલા પુનઃ રેટિંગ વિશે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે તે કંપનીની પાત્રતા આધારિત નહીં હોઈને અસ્વીકાર્ય છે. ડીએચએફએલે એવી સ્પષ્ટતા કરી છે કે ઈકરાએ રેટિંગ વિશે લીધેલા આ પગલાને ઉઠાવતી વખતે કંપનીના એ આશયને ધ્યાનમાં નથી લીધો કે એ એના બાકી કમર્શિયલ પેપર્સ (સીપી)ને માર્ચ અંત સુધીમાં પૂર્ણ કરવાનો આશય ધરાવે છે. જેને ઈકરાએ તેની અખબારી યાદીમાં સ્વીકૃતિ આપી હતી. કંપનીને એ વાતનું આશ્ચર્ય છે કે ઈકરાએ ડીએચએફએલની તેની અસ્કયામતોના વેચાણ તથા સીપીના એક્સ્પોઝરને નિરંતર પ્રયાસો થકીની અડગ પ્રતિબદ્ધતાને સુદ્ધાં ધ્યાનમાં લીધી નહોતી. ઉપરાંત, ડીએચએફએલે ભંડોળ ઊભું કરવાના વ્યવહારમાં સાધેલી પ્રગતિની માહિતી પણ ધ્યાનમાં લેવામાં આવી નહોતી.
રેટિંગના આ પગલા વિશે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કંપનીના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી કપિલ વાધવાને જણાવ્યું હતું, ”ડીએચએફએલના સીપીના ઈકરાના આ રેટિંગથી હું આશ્ચર્ય અનુભવું છું, જે પાત્રતા આધારિત નથી. આ પગલું કંપનીને તમામ રેટિંગ એજન્સીઓએ ડાઉનગ્રેડ કરવા સાથે લક્ષમાં રાખવાનાં ત્રણ જ અઠવાડિયાં બાદ થયું છે. એ વખતથી એવી કોઈ ઘટના બની નથી જેના લીધે ઈકરાને એક મહિનાથી ઓછા સમયમાં તેના રેટિંગનું પુનરાવલોકન કરવાની ફરજ પડે. રેટિંગ વિશેનું આ પગલું કંપની સમક્ષ વારંવાર પ્રતિનિધિત્વ કરવા છતાં રેટિંગ બદલવાનું આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
ડીએચએફએલના કમર્શિયલ પેપર્સના રેટિંગની સપ્ટેમ્બર ૨૦૧૮માં ઈકરાએ પુષ્ટિ કરી હતી, જેના પછી ડિસેમ્બર ૨૦૧૮માં ફરી તેને માન્ય ઠરાવાયું હતું. જે એકમાત્ર પેપરને ઈકરાએ રેટિંગ આપ્યું છે તે ટૂંકા ગાળાનું સીપી રેટિંગ છે જેના માત્ર બે ટકા, અને તે પણ બાકી રહેતી રૂ. ૧,૫૨૫ કરોડની રકમ માટેનું છે. ઈકરાના આ અનપેક્ષિત પગલાથી તેના રેટિંગના પુનરાવલોકનના પગલા વિશે પ્રશ્ન ઊઠે છે, વિશેષ કરીને ત્યારે કે જ્યારે કંપની ધીમી ગતિએ નિયમિતતા તરફ વધી રહી છે અને તેણે તેની તમામ જવાબદારીઓ સમયસર નિભાવી છે. જોકે અમે અમારા તમામ ભાગીદારોના હિતનું રક્ષણ કરવા તમામ આવશ્યક પગલાં ઉઠાવીશું અને અમારી તમામ ફરજોને પણ એ રીતે નિભાવતા રહીશું જેમ અમે આ ઉદ્યોગ સપ્ટેમ્બર ૨૦૧૮થી ભીંસમાં આવ્યા પછી પણ કરતા રહ્યા છીએ.”
ડીએચએફએલના ઋણમાંથી ઈકરાએ કંપનીના કુલ રૂ. ૮,૦૦૦ કરોડના ટૂંકા ગાળાના કમર્શિયલ પેપર્સમાંથી માત્ર ૧,૫૨૫ કરોડના પેપર્સનું રેટિંગ કર્યું છે, જે કંપનીના ઋણના માત્ર બે ટકા છે. આ રૂ. ૧,૫૨૫ કરોડના સીપીની પુનઃ ચૂકવણી પછી, ઈકરાએ રેટિંગ કરેલા કોઈ પણ કમર્શિયલ પેપર કંપનીમાં બાકી રહેશે નહીં.
ડીએચએફએલના આ વલણને વાજબી ઠરાવતાં શ્રી વાધવાને જણાવ્યું હતું, ”સપ્ટેમ્બર ૨૦૧૮ની પરિસ્થિતિએ એચએફસી/એનબીએફસી ક્ષેત્રને સમગ્રતયા અસર પહોંચાડી હતી, છતાં નાણાકીય પ્રવાહિતાના પડકારને પહોંચી વળવા ડીએચએફએલે નોંધપાત્ર પ્રગતિ સાધી હતી. અમે અમારા સીપી બેએક દિવસો/અઠવાડયાં અગાઉથી પુનઃ ખરીદી રહ્યા છીએ, જેનો આધાર અમારી પાસે ઉપલબ્ધ નાણાકીય પ્રવાહિતા પર રહે છે. સીપી જ માત્ર એવા દસ્તાવેજ છે જે વિશે અમે જણાવ્યું છે કે અમે પુનઃ ખરીદી લેશું. કંપનીએ તેના લગભગ ૯૮% સીપી પુનઃ ખરીદ્યા છે અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં લગભગ રૂ. ૧૮,૦૦૦ કરોડ સુધીની નાણાકીય ફરજો પાર પાડી છે, જેમાં રૂ. ૯,૯૬૫ કરોડના સીપી પણ સામેલ છે. ઓગસ્ટ મહિના સુધીમાં રૂ. ૧,૫૨૫ કરોડ જેટલાના સીપી રહે છે જે રેટિંગના આ પગલા માટે પર્યાપ્ત નથી.
લગભગ સમગ્ર ઉદ્યોગ માટે નવું ભંડોળ મેળવવું લગભગ ઉપલબ્ધ નથી ત્યારે કંપની માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવાનો અને અમારી જવાબદારીઓ ઘટાડવાનો એકમાત્ર માર્ગ હોલસેલ અથવા રિટેલ અસ્કયામતોને બાકી રહ્યો હતો. એને અનુસરતાં કંપનીએ તેની આધાર સહિતની વ્યુહાત્મક અસ્ક્યામતોને વેચેની નાણાકીય પ્રવાહિતા સુનિશ્ચિત કરી હતી. પરિણામે, કંપની પાસે આજે પર્પાપ્ત રોકડ રિઝર્વ્સ અને એસેટ્સ છે જેનું મૂલ્ય રૂ. ૪,૫૦૦ કરોડ જેટલું છે. કંપનીનું પ્રાથમિક લક્ષ્ય સદૈવ રિટેલ ક્ષેત્ર રહ્યું છે. અમે આગળ વધતાં પ્રોજેક્ટ લોન્સ પણ વેચી છે. જે રિટેલ લોન્સની તુલનામાં વધુ જોખમ ધરાવતી હોવાની માન્યતા છે. શેરના ભાવમાં થયેલા ઘટાડાની વાત કરીએ તો આ મામલે એકમાત્ર ડીએચએફએલ તરફ આંગળી ચીંધી શકાય નહીં. એકંદરે બજારમાં મંદીનું વલણ રહ્યું છે જેને લીધે મોટાભાગની કંપનીઓના શેર્સના ભાવને અસર પહોંચી છે, જેમાં એનબીએફસીઝ વિશેષરૂપે ભોગ બની છે. ડીએચએફએલનું વર્તમાન વલણ, સ્થિતિસ્થાપકતા અને તેના પ્રયાસો જોતા ઈકરાનું આ પગલું નિશ્ચિતપણે અસ્વીકાર્ય છે. અમે એની બદલે ઈકરા પાસે એવી અપેક્ષા સેવી હતી કે એ ખરાબ પરિસ્થિતિ વચ્ચે પણ નાણાકીય જવાબદારીઓ નિભાવવાના અમારા પ્રયાસોની સરાહના કરશે.
ભાવી પગલાંઓની વિગતો વિશે શ્રી વાધવાને ઉમેર્યું હતું, ”પ્રવાહિતાની વાત કરીએ તો અમારી પાસે લગભગ રૂ. ૧૩,૦૦૦ કરોડનો પોર્ટફોલિયો તાત્કાલિક ધોરણે વેચવા ઉપલબ્ધ છે, જો અમારે એ વિકલ્પ વાપરવાની જરૂર પડે તો. એકંદરે, કંપની પાસે લગભગ રૂ. ૩૩,૦૦૦ કરોડનો જરૂરી મુદ્દતો સાથેનો રિટેલ પોર્ટફોલિયો છે. સાથે, આવતા છ મહિનામાં અમારે લગભગ રૂ. ૭,૦૦૦ કરોડ ચૂકવવાના છે જે કંપની માસિક રૂ. ૨,૦૦૦ કરોડની તેની ઈએમઆઈ/પીએમઆઈની ભંડોળની આવક થકી આસાનીથી નિભાવી શકે તેમ છે. વધુમાં, ડીએચએફએલ યોગ્ય ભાગીદારની શોધમાં પણ છે અને સંભવત્ ભાગીદારો સાથે વાતચીત પણ કરી રહી છે, જેના વિશેની જાહેરાત કરાર થશે તે પછી તરત કરવામાં આવશે.”