પ્રેમ હંમેશાથી બોલિવૂડનો ફેવરિટ વિષય રહ્યો છે. આ વિષય પર બોલિવૂડમાં અત્યાર સુધી અગણિત ફિલ્મો બની ચૂકી છે. આ ફિલ્મો કાલ્પનિક વાર્તાઓ પર આધારિત છે. આમાં ભારતીય સંસ્કૃતિ અને શુદ્ધ દેશી રોમાંસ તો ઘણો બતાવવામાં આવ્યો છે, પરંતુ બોલિવૂડ સ્ટાર્સનું અંગત જીવન પણ આ ફિલ્મી વાર્તાઓથી ઓછું નથી. આજે આપણે એવા જ એક સુપરસ્ટારની લવ સ્ટોરી વિશે વાત કરીશું. જેમની પ્રથમ પત્ની દાયકાઓથી તેમનાથી અલગ રહેવા છતાં તેમના વિરૂદ્ધ એક શબ્દ પણ સાંભળવા તૈયાર નથી. આ સુપર સ્ટાર બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. તેમના નામ પર સેંકડો ફિલ્મો છે. તેમણે અત્યાર સુધીની મોટાભાગની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સુપરસ્ટારનું દિલ તે જમાનાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક પર આવી ગયું અને પછી તે અભિનેત્રી સાથે લગ્ન કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર થઈ ગયા હતા. તેમણે તેમની પહેલી પત્ની અને ચાર બાળકોને છોડીને પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું. પરંતુ તેમની પ્રથમ પત્નીનો તેમના પ્રત્યેનો પ્રેમ હજુ પણ ઓછો થયો નથી. પહેલી પત્નીએ છૂટાછેડા લેવાની ના પાડી અને પછી સુપરસ્ટારે ધર્મ બદલીને પોતાની ડ્રીમ ગર્લને પોતાની લાઈફ પાર્ટનર બનાવી.
ધર્મ બદલ્યા બાદ આ અભિનેતાએ પોતાનું નામ બદલીને દિલાવર ખાન રાખ્યું જ્યારે તેની પત્ની આયશા તરીકે ઓળખાતી હતી. ખરેખરમાં આજે આપણે જે સુપર સ્ટાર વિશે વાત કરી રહ્યા છીએ તેમનું નામ ત્રણ પેઢીના ફિલ્મ પ્રેમીઓ માટે જાણીતું છે. તે છેલ્લા લગભગ ૫૦ વર્ષથી બોલિવૂડનો દબદબો ધરાવતા અભિનેતા છે. જીહા તે અભિનેતાનું નામ ધર્મેન્દ્ર છે. તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરે હાલમાં જ ધર્મેન્દ્ર વિશે એક ઈન્ટરવ્યુ આપ્યો છે. પ્રકાશ કૌરે પતિ ધર્મેન્દ્ર અને તેમની સાવકી પત્ની હેમા માલિની સાથે જોડાયેલા ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. હેમા માલિની અને ધર્મેન્દ્રનો પ્રેમ ૧૯૭૦ના દાયકામાં ચરમસીમાએ હતો. આ ઈન્ટરવ્યુમાં પ્રકાશ કૌરે ધર્મેન્દ્રના બીજા લગ્ન અને તેમના પરિવાર અને બાળકો પર આ ર્નિણયની અસરને લઈને ઘણી વાતો કહી છે. તેણીએ કહ્યું કે ચોક્કસપણે તે ધર્મેન્દ્રના બીજા લગ્નને પત્ની તરીકે ક્યારેય સ્વીકારી શકશે નહીં પરંતુ તેનો અર્થ એ નથી કે મારા પતિ વ્યભિચારી અથવા ચારિત્રહીન છે. તેમણે કહ્યું કે તેમના બંને પુત્રો અને બંને પુત્રીઓ આ લગ્નથી ચિંતિત હતા. પરંતુ તેઓ ક્યારેય તેમના પિતાની વિરુદ્ધ ગયા નથી. મારું શિક્ષણ એવું નથી કે મારા બાળકો તેમના પિતાની વિરુદ્ધ જાય. નોંધનીય છે કે ધર્મેન્દ્ર અને તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરને ચાર બાળકો છે. સની દેઓલ, બોબી દેઓલ, અજિતા દેઓલ અને વિજેતા દેઓલ. તેમણે કહ્યું કે સની અને બોબી ચોક્કસપણે નિરાશ થયા હતા જ્યારે ધર્મેન્દ્ર હેમા માલિની સાથે લગ્ન કરવા પર અડગ હતા પરંતુ તેઓએ ક્યારેય તેમના પિતા અને હેમા માલિની વિરુદ્ધ એવું કંઈ કર્યું નથી જે યોગ્ય ન હોય. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના એરેન્જ્ડ મેરેજ ૧૯૫૭માં થયા હતા. તે સમયે ધર્મેન્દ્ર માત્ર ૧૯ વર્ષના હતા. લગભગ બે દાયકા સુધી સાથે રહ્યા પછી ૧૯૮૦ના દાયકામાં તેમણે ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. ખરેખરમાં હિન્દુ મેરેજ એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિ છૂટાછેડા વિના બીજા લગ્ન કરી શકે નહીં. આ રીતે આ કાયદાથી બચવા માટે ધર્મેન્દ્રએ ઈસ્લામનો ઉપયોગ કર્યો હતો. તેમણે ધર્મ બદલીને દિલાવર ખાન અને હેમા માલિની આયેશા બની ગયા હતા. પ્રકાશ કૌરે ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી છે કે તેમના જીવનમાં ધર્મેન્દ્ર જ એકમાત્ર પુરુષ હતા. હેમા માલિની પ્રત્યે ધર્મેન્દ્રના આકર્ષણ અંગે તેમણે કહ્યું કે તે માત્ર એવી જ છે. દુનિયાના તમામ પુરુષોને હેમાની સુંદરતા ગમતી હતી. આ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર એ શુદ્ધ દેશી પ્રેમ છે, જેના કારણે આજે ધર્મેન્દ્રના બંને પરિવારો સુખી જીવન જીવી રહ્યા છે.