અમદાવાદ : કાર્તિક માસમાં પ્રયોદશી તિથિનું વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને તબીબી અને તબીબી વિજ્ઞાન માટે પણ આ શુભ દિવસ માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી અમૃત કળશ લઈને સમુદ્ર મંથનથી આજ દિવસે પ્રગટ થયા હતા. લોકો આ દિવસે સોના-ચાંદી જેવી કિંમતી ચીજવસ્તુઓ ખરીદે છે. એમ માનવામાં આવે છે કે આ દિવસે નવી ચીજવસ્તુ ખરીદવાથી સાલભર સમૃદ્ધિ રહે છે
પરંતુ સામાન્ય લોકો જા નાણાનાં અભાવો ગોલ્ડ જેવી ચીજવસ્તુઓ ખરીદવાની સ્થિતિમાં નથી તો પણ એવી ચીજા ખરીદીને ભારે સમૃદ્ધિ લાવી શકાય છે. સામાન્ય લોકો અને મધ્યમ વર્ગના લોકો સોના-ચાંદીના બદલે વાસણો પણ ખરીદે છે. પરિસ્થિતિ મુજબ આ દિવસે ચીજવસ્તુની ખરીદી કરવામાં આવે છે.