ધનતેરસના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. આજે પણ વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ૨૧-૨૩ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જ્યારે ડીઝલની કિંમતમાં ૨૦-૨૧ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી.

ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી  ઘટાડો થઇ રહ્યો  છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત નરમી જાવા મળી રહી છે. તમામ શહેરો માટે કેટલા કોડ અપાયા છે જેના આધાર પર શહેરોમાં કિંમત જાણી શકાય છે. જાણકાર લોકોનું કહેવું છે કે, વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં નરમીના પરિણામ સ્વરુપે તેલની માંગ પણ ઘટી રહી છે.

આવી સ્થિતિમાં મુખ્ય તેલ ઉત્પાદકો દ્વારા તેલના પુરવઠાને વધારવાથી કિંમતો ઉપર દબાણ આવ્યું  છે. છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૪ ડોલરનો ઘટાડો થયો છે. અમેરિકી એજન્સી ટીઆઈએના કહેવા મુજબ ઓગસ્ટ મહિનામાં ત્યાં તેલનું ઉત્પાદન ગયા સપ્તાહમાં ૩.૧૬ લાખ બેરલ દરરોજથી વધીને ૧૧૩.૪૬ લાખ ડોલર પ્રતિદિવસ થઇ ગઈ હતી. ફ્યુઅલ કિંમતોમાં અવિરત ઘટાડો રહેતા સામાન્ય લોકોને રાહત થઇ છે. ચોથી ઓક્ટોબરના દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી. છેલ્લા બે સપ્તાહમાં ક્રુડની કિંમતમાં આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.

 

 

Share This Article