ગ્લોબલ વોર્મિગના કારણે જળવાયુ પરિવર્તનના લીધે સામાજિક અને આર્થિક વિકાસ પર ઘેરી અસર થઇ રહી છે. છેલ્લી અડધી સદીમાં તેના કારણે અમીર દેશ વધારે અમીર અને ગરીબ દેશ વધારે ગરીબ થઇ ગયા છે. ભારતીય અર્થવ્યવસ્થાને પણ આના કારણે ૩૧ ટકાનુ નુકસાન થયુ છે. એટલે કે ગ્લોબલ વોર્મિગની નકારાત્મક અસર ન થઇ હોત તો અમારુ અર્થતંત્ર આજે જે છે તેના કરતા એક તૃતિયાશ વધારે મજબુત રહ્યુ હોત. સ્પષ્ટપણે કહી શકાય છે કે અમને વાતાવરણનુ સંતુલન બગાડી દેવા માટેની કિંમત ચુકવવી પડી રહી છે. આ ફેરફારનુ માળખુ સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના શોધ કરનાર લોકો દ્વારા તેમની સામે રજૂ કર્યુ છે.
આ રિપોર્ટના તારણ પ્રકાશિત પણ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સુદાનને ૩૬ ટકા, નાઇજિરિયાને ૨૯ ટકા, ઇન્ડોનેશિયાને ૨૭ ટકા, બ્રાઝિલને ૨૫ ટકા સુધીનુ નુકસાન થયુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૧૯૬૧તી લઇને ૨૦૧૦ વચ્ચેના ગાળામાં જુદા જુદા દેશો વચ્ચે જન્મેલી કુલ આર્થિક અસમાનતાના એક ચુતુર્થાંશ હિસ્સા માટે માનવ ગતિવિધીઓના કારણે થઇ રહેલી ગ્લોબલ વો‹મગ છે. આ અભ્યાસમાં એક બાજુ જાવામાં આવ્યુ છે કે જળવાયુ પરિવર્તનના કારણે ક્યા દેશનુ તાપમાન કેટલુ વધી ગયુ છે. ત્યારબાદ એવુ મુલ્યાંકન કરવામાં આવ્યુ હતુ કે જો આવુ રહ્યુ ન હોત તો આર્થિક ઉત્પાદન કેટલુ રહ્યુ હોત. આવી રીતે છેલ્લા ૫૦ વર્ષના ગાળામાં ૧૬૫ દેશોના વધતા તાપમાન અને જીડીપીના સંબંધ વચ્ચે હિસાબ કરવામાં આવ્યા હતા. રસપ્રદ બાબત એ રહી છે કે ગ્લોબલ વોર્મિગના કારણે જે દેશોનુ તાપમાન વધી ગયુ છે તેને આનો લાભ પણ થયો છે. જેમ કે નોર્વેની વાત કરવામા ંઆવે તો નોર્વેમાં તાપમાન વધીને માનક તાપમાન સુધી પહોંચી ગયુ છે. જેના કારણે તેના ગ્રોથ રેટમાં વધારો થયો છે. જ્યારે આની બિલકુલ વિરુદ્ધમાં ભારત જેવા દેશોને નુકસાન થયુ છે. ભારતને ભારે આર્થિક નુકસાન થયુ છે.
વધતી જતી ગ્લોબલ વોર્મિગના કારણે જૈવિક વિવિધતા પર સૌથી માઠી અસર કરી છે. આશરે ૧૦ લાખ જેટલી પ્રજાતિ વિલુપ્ત થવાના આરે પહોંચી ગઇ છે. શુદ્ધ હવા, શુદ્ધ પીવાનુ પાણી, કાર્બન ડાયોક્સાઇડ શોષિત કરનાર વન્ય વિસ્તારો નાશ પામી રહ્યા છે. પ્રોટીનથી ભરપુર માછળી અને તોફાન રોકવામાં ઉપયોગી મેગ્રોવ્સની કમીના કારણે તેમના જીવન પર અસર થઇ છે. આ બાબત સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરવામાં આવી છે. ૧૩૦ દેશોના પ્રતિનિધી આજથી પેરિસમાં શરૂ થયેલી બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. ૨૯મી એપ્રિલથી પેરિસમાં શરૂ થયેલી બેઠકમાં વિશ્વ સમક્ષ રહેલા તમામ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. આ બેઠક કુબ ઉપયોગી છે. ભોજન અને ઉર્જાનો ઉપયોગ હાલના સમયમાં અમે જે રીતે કરી રહ્યા છીએ તેના કારણે કુદરતને ભારે નુકસાન થઇ રહ્યુ છે. જંગલોની કાપણી થઇ રહી છે. સમગ્ર દુનિયા સાથે આવે તો જ આ ગંભીર સમસ્યાને રોકી શકાય છે. આજે જ્યારે અમેરિકા જેવા દેશો તેમની જવાબદારીથી ભાગી રહ્યા છે ત્યારે હાલાત બેકાબુ બની જાય તે પહેલા તો હવે પ્રાર્થના જ કરી શકાય છે.