લોસએન્જલસઃ હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી જેનિફર ગાર્નર અને બેન એફલેક વચ્ચે છુટાછેડાનો કેસ અટવાઇ પડ્યો છે, કારણ કે પુરતી કાયદાકીય પ્રક્રિયા બંને દ્વારા હાથ ધરવામાં આવી નથી. લોસએન્જલસ કોર્ટ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે.
કોર્ટે કહ્યુ છે કે તેમના કેસમાં વિલંબ થઇ રહ્યો છે, કારણ કે પુરતા પ્રમાણમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. ફાઇનલ જજમેન્ટને લઇને કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. દસ્તાવેજો પણ પુરતા પ્રમાણમાં જમા કર્યા નથી. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુછે કે જો કેસમાં યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો પ્રોસિક્યુશનમાં વિલંબ બદલ કેસને ડિસમીસ કરવામાં આવી શકે છે. જો બનેં તરફથી લાપરવાહી કરવામાં આવશે તો કેસને ડિસમીસ કરી દેવામાં આવશે. કોર્ટ દ્વારા હજુ સુધી કોઇ મહેલત નક્કી કરવામાં આવી નથી.
તમામ લોકો જાણે છે કે ૪૬ વર્ષીય જેનિફર ગાર્નર અને ૪૫ વર્ષીય બેન એફલેક એકબીજાથી છુટાછેડા લેવા માટે કોર્ટમાં અપીલ કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૫માં એકબીજાથી અલગ થતા પહેલા આશરે ૧૦ વર્ષ સુધી આ બન્ને સાથે રહ્યા હતા.
ગયા વર્ષે એવા અહેવાલ પણ આવ્યા હતા કે જેનિફર ગાર્નરે છુટાછેડાના કેસને પાછો ખેંચી લીધો છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે બાળકોને લઇને બંને ખુબ ગંભીર છે. તેમના બાળકોને લઇને સાવધાન પણ રહ્યા છે. તેમના બાળકોમાં ૧૨ વર્ષીય વોઇલેટ, નવ વર્ષીય સેરાફિના અને છ વર્ષીય પુત્ર સેમ્યુઅલનો સમાવેશ થાય છે. તેમની વચ્ચેના સંબંધ વર્ષ ૨૦૧૫થી ખરાબ થવાની શરૂઆત થઇ ગઇ હતી.