નવી દિલ્હી : ચાલુ રવિ સત્રમાં દેશમાં ઘઉનુ વિક્રમી ૧૦.૧૨ કરોડ ટનનુ ઉત્પાદન થયુ હોવા છતાં ઘઉની સરકારની ખરીદી ૧૭.૩ ટકા સુધી ઘટી ગઇ છે. રેકોર્ડ ઉત્પાદન છતાં લઘુતમ સમર્થન મુલ્ય (એમએસપી) પર સરકારી ખરીદીમાં ૧૭.૩૩ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘઉંની કુલ ખરીદી ૩.૪૧ કરોડ ટનની રહી છે. ગયા વર્ષે ૩.૫૬ કરોડ ટન ઘંઉની ખરીદી કરવામાં આવી હતી. સરકાર દ્વારા ૩.૫૮ કરોડ ટન ખરીદી માટે લક્ષ્યાક રાખવામાં આવ્યા હતા. ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઇ)ના કહેવા મુજબ ઉત્તરપ્રદેશમાંથી ખરીદી પર ૧૬.૫૫ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.
આ ઘટાડાની સાથે ખરીદીનો આંકડો ૩૬.૩૯ લાખ ટનનો રહ્યો છે. જ્યારે ગયા વર્ષે રાજ્યમાંથી ૫૨.૯૪ લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. રાજ્યમાંથી ખરીદી માટે ટાર્ગેટ ચાલુ રવિ સિઝનમાં ૫૦ લાખ ટન માટે નક્કી કરવામા આવ્યા બાદ તેની કરતા ઓછી ખરીદી કરવામાં આવી છે. આવી જ રીતે મધ્યપ્રદેશમાં ઘઉંની ખરીદીમાં ૫.૮ ટકા સુધીનો ઘટાડજા થયો છે. આની સાથે જ ખરીદી ૭૬.૨૫ લાખ ટનની રહી છે. ગયા વર્ષે રાજ્યમાંથી ૭૩.૧૩ લાખ ટન ઘઉની ખરીદી કરી હતી.
તાજેતરના સમયમાં સરકાર દ્વારા ખરીદીને લઇને ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. ઘંઉનુ વિક્રમી ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. જા કે ખરીદીને લઇને ઉત્પાદન જેટલી ઉત્સુકતા દેખાઇ રહી નથી. એમએસપી પર જંગી ખરીદી કરવામાં આવે તો સીધો લાભ મળી શકે છે. ખેડુતોને યોગ્ય કિંમત મળે તે દિશામાં પહેલ કરવામાં આવે તે જરૂરી છે.